Gandhinagar News : ગાંધીનગરમાં એકતરફી પ્રેમનો ગજબનો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાં મહિલા મેડિકલ ઓફિસર એ પ્રેમનો સ્વીકાર ન કરતા તેની ગાડીને નુકસાન કર્યુ હતું. તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જ આ સમગ્ર ઘટના કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. મહિલા ઓફિસરને જાનથી મારવાની ધમકી પણ આપવામાં આવી હતી. તેમજ મહિલા ઓફિસરને ડરાવવા માટે તેની ગાડીને પણ નુકસાન કર્યું. સમગ્ર મામલો ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. તેમજ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના એવી હતી કે, ગાંધીનગરમાં એક તાલુકા હેલ્થ ઓફિસર મહિલા મેડિકલ ઓફિસરના પ્રેમમાં એકતરફી પાગલ હતો. તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ રાજેશભાઈ વાઘેલા ન્યુ ગાંધીનગરમાં રહેતી અને હાલ અમદાવાદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિક ઓફિસર તરીકે ફરજ બજાવતી મહિલા તબીબ પાછળ લટ્ટુ હતો. પરંતું મહિલા ઓફિસરને આ પ્રેમમાં રસ ન હતો. પરંતુ ડો.વિરલ તેને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. 


ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે માવઠું આવશે, જાણો શું કહે છે અંબાલાલની આગાહી


અરવલ્લીમાં ભયાનક અકસ્માતમાં એક જ ગામના ત્રણ યુવકોના મોત, ડમ્પર છોડી ચાલક ફરાર


ડો.વિરલથી કંટાળીને મહિલા હેલ્થ ઓફિસરે વારંવાર પોતાની બદલી કરાવી હતી, છતા ડો.વિરલ તેનો પીછો છોડતો ન હતો. ડો.વિરલ તેને અવારનવાર ફોન કરીને હેરાન પરેશાન કરતો હતો. એટલુ જ નહિ, ડો.વિરલ તેને ડરાવી ધમકાવીને મર્ડર કરવાની પણ ચીમકી આપતો હતો. 


બિભત્સ ગાળો બોલી સંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. પરંતુ એક દિવસ તારીખ 30 નવેમ્બરના રોજ મહિલા તબીબની કારને મોટું નુકસાન થયુ હતું. તેમણે સોસાયટીના કેમેરા તપાસ્યા હતા તો તેમાં ડો.વિરલે આ કરતૂત કરી હોવાનું સામે આવ્યુ હતું. આખરે મહિલા હેલ્થ ઓફિસરની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન નોંધાઇ છે.


અરવલ્લીમાં ભયાનક અકસ્માતમાં એક જ ગામના ત્રણ યુવકોના મોત, ડમ્પર છોડી ચાલક ફરાર


અરવલ્લીમાં ભયાનક અકસ્માતમાં એક જ ગામના ત્રણ યુવકોના મોત, ડમ્પર છોડી ચાલક ફરાર