Ahmedabad Trail Run Gandhinagar Metro : હવે જલ્દી જ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન દોડશે. આ સાથે જ પાટનગરના રહેવાસીઓની આતુરતાનો અંત આવશે. આજે GNLU અને GIFT CITY વચ્ચે આજે પ્રથમ મેટ્રો ટ્રેન ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સેક્ટર વન ગાંધીનગર વચ્ચે ફેબ્રુઆરીના અંત સુધી ટ્રેન ટ્રાયલ ચાલુ થઇ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આગામી માર્ચ મહિનામાં મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં કરવામાં આવશે એવી જાહેરાત કરી છે. મેટ્રો રેલના ફેઝ-ટુ અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે. જેના ભાગરૂપે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ-ગાંધીનગર ફેઝ-૨ ના પ્રોજેકટમાં ટ્રાયલ રન ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડીયાથી તબક્કા વાર રીતે શરૂ કરવામાં આવ્યું છે, જેની શરુઆત GNLU અને સેક્ટર-1 વચ્ચે થઈ હતી. 


રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તો નહીં મળે મફત અનાજ, આ નિયમથી અટવાયા લોકો


આજે GNLU અને GIFT CITY વચ્ચે મેટ્રોના ટ્રાયલ રન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી મહાત્મા મંદિર તથા ગિફ્ટ સિટી લિંક સુધીનો રહ્યો છે.  આ ટ્રાયલ રન સફળ રહ્યા બાદ મે-જુન મહિનામાં ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે તેવું આયોજન છે. 


ગાંધીનગરમાં મે જુન ની અંદર મેટ્રો ટ્રેન સેવા શરૂ કરાશે. અત્યારે ચાલી રહેલા ટ્રાયલ રનમાં જેએનએલયુથી ગિફ્ટ સિટી વચ્ચે ટ્રાયલ રન યોજાયો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થી ગાંધીનગર સેક્ટર 1 સુધી મેટ્રો ટ્રેન નો ટાયર રન તબક્કા વાર ચાલી રહ્યો છે. આ ટ્રાયલ રનમાં આજે ગિફ્ટ સુધીનો ટ્રાયલ રન કરાયો હતો. હજી બે સપ્તાહ પહેલા  અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોનું પ્રથમ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જેમાં રાયસન અને કોબા સ્ટેશન વચ્ચેના રૂટ પર મેટ્રો ટ્રેનની પ્રી-ટ્રાયલ રન લેવામાં આવી હતી.  


મશરુમની ખેતી કરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ


ફેઝ-૨નું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે
મેટ્રો રેલના ફેઝ-2 હેઠળ સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાની યોજના છે. જેના ભાગરૂપે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2 (મોટેરાથી ગાંધીનગર)નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.