GANDHINAGAR: સિવિલમાંથી વધારે એક દર્દી ગાયબ, પોલીસ ઘરે પહોંચી તો આશ્ચર્યચકિત
સિવિલ હોસ્પિટલનાં કોવિડ વોર્ડમાંથી પીલવાઇ ગામનો 45 વર્ષીય દર્દી અચાનક ગુમ થઇ ગયો હતો. જેના પગલે સિવિલ તંત્રએ પોલીસની શરણ લેવાની ફરજ પડી હતી. જેના પગલે સેક્ટર 7 પોલીસ દ્વારા તેના ઘરે તપાસ કરતા સમગ્ર પરિવાર જ ગાયબ થઇ ગયો હોવાનું સામે આવ્યું હતું.
ગાંધીનગર : સિવિલ હોસ્પિટલનાં કોવિડ વોર્ડમાંથી પીલવાઇ ગામનો 45 વર્ષીય દર્દી અચાનક ગુમ થઇ ગયો હતો. જેના પગલે સિવિલ તંત્રએ પોલીસની શરણ લેવાની ફરજ પડી હતી. જેના પગલે સેક્ટર 7 પોલીસ દ્વારા તેના ઘરે તપાસ કરતા સમગ્ર પરિવાર જ ગાયબ થઇ ગયો હોવાનું સામે આવ્યું હતું.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસો અગાઉ પીલવાઇ ગામનો 45 વર્ષીય ભરત રાવલ કોરોનાની સારવાર માટે દાખલ થયો હતો. જે ટેમ્પો ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. જો કે ગુરૂવારે અચાનક ભરત ગુમ થઇ ગયો હતો. જેના પગલે સિવિલ તંત્ર દોડતું થયું હતું. હોસ્પિટલ દ્વારા પહેલા હોસ્પિટલનાં તમામ વોર્ડ અને હોસ્પિટલમાં તપાસ કરી હતી. જો કે તે મળ્યો નહોતો. જેના પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી.
જેથી પોલીસ સિવિલનાં સ્ટાફ સાથે તેના ઘરે ગયા તો ત્યાં પણ ઘર બંધ હતું. અત્રે નોંધનીય છે કે, હાલમાં જ એક દર્દી ગુમ થયા બાદ તેનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યો હતો. ત્યાર બાદ પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો. તેવામાં વધારે એક દર્દી ગાયબ થઇ જતા સિવિલ તંત્ર દોડતું થયું હતું. હાલ તો ભરત તથા તેના સમગ્ર પરિવારને પોલીસ શોધી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube