ગાંધીનગર :હાલ રાજ્યભરમાં મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act 2019) લાગુ કરવામાં આવ્યો છે. RTOના નવા નિયમના અમલીકરણનો આજે ત્રીજો દિવસ છે. જોકે, આ કાયદાનો અમલની મુદત હવે 15 ઓક્ટોબર સુધી લંબાવાઈ છે. ત્રણ દિવસમાં રાજ્યભરમાંથી લાખોન દંડ વસૂલાયો હતો. પરંતુ સરકારી અધિકારીઓ અને નેતાઓ જ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરતા દેખાયા છે. સચિવાલય (Gandhinagar) પાસે કેટલાય સરકારી અધિકારીઓ હેલ્મેટ વગર, સીટ બેલ્ટ પહેર્યા વગર ગાડી હંકારતા દેખાયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Breaking : ગુજરાતીઓ માટે મોટા સમાચાર, નવા મોટર એક્ટના અમલીકરણની મુદ્દત વધારાઈ, નવા વાહન સાથે હેલ્મેટ ફ્રી મળશે


રાજ્યભરમા ટ્રાફિકના નિયમોનું કડકપણે પાલન થઈ રહ્યું છે. પણ ગાંધીનગરના સચિવાલયમાં જ અધિકારીઓ અને નેતાઓ ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એટલું જ નહિ, ગુજરાતના અન્ય શહેરોમાં પણ સરકારી અધિકારીઓ ટ્રાફિકના નિયમોને તોડતા જોવા મળી રહ્યાં છે. ત્યારે સવાલ એ થાય છે કે, શું કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે. 


ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, આ દિવસોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ



સરકારી અધિકારીઓ પણ દંડાશે - મંત્રી ફળદુ
રાજ્યમાં નવા ટ્રાફિક નિયમના અમલને લઈને રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. આર.સી. ફળદુએ પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરતા કહ્યું કે, હેલમેટ અને પીયુષીના નિયમોના અમલની સમયમર્યાદા 15 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને હેલમેટ ખરીદવામાં અને પીયુસી કાઢવામાં પડતી અગવડતાની ફરિયાદો સરકારને મળ્યા બાદ આ અંગે ચર્ચા-વિચારણા કરીને આ નિર્ણય કરાયો છે. આ ઉપરાંત સરકારી અધિકારીઓ મંત્રીઓ, સરકારી ડ્રાઇવરો જો નિયમોનું પાલન નહીં કરે તો તેના સામે પણ આરટીઓના નિયમોનું પાલન કરાવવાની ખાતરી વાહનવ્યવહાર મંત્રી આરસી ફળદુએ આપી છે. તેમણે કહ્યું કે, મંત્રીઓ કે અધિકારીઓ, ડ્રાઇવરો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :