ગાંધીનગર :કેબિનેટ કમિટી ઓન એપોઈન્ટમેન્ટમાં બે મોટા નિર્ણયો લેવાયા છે. ગુજરાત સરકારે નિમણૂક અંગે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે બે ટોચના અધિકારીઓને આપ્યુ 8 મહિનાનુ એક્સટેન્શન છે. જેમાં ગુજરાતના પોલીસ વડા ડીજીપી આશિષ ભાટિયા અને મુખ્યસચિવ પંકજકુમારને 8 મહિનાનું એક્સટેન્શન અપાયુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આશિષ ભાટિયા વધુ 8 મહિના પોલીસ વડા રહેશે
ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયા આગામી 8 મહિના માટે ગુજરાતના ડીજીપી બની રહેશે. આશિષ ભાટિયા 31 મે ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. પરંતુ રાજ્યના DGP આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સટેન્શન અપાયું છે. કેબિનેટ કમિટી ઓન એપોઈન્ટમેન્ટ્સે ગૃહ મંત્રાલયની દરખાસ્ત મંજૂર કરી છે. તેથી તેઓ હવે આગામી 8 મહિના સુધી આ પદ પર કાયમ રહેશે.


આ પણ વાંચો : IPL ફાઇનલની ટિકિટ જેની પાસે હશે, તેને ગુજરાતના આ પર્વત પર મળશે ફ્રી મુસાફરીનો મોકો 


મુખ્યસચિવ પંકજકુમારને પણ મળ્યું એક્સટેન્શન
ગુજરાત સરકારે મુખ્યસચિવ પંકજકુમારને પણ 8 મહિનાનું એક્સટેન્શન આપ્યુ છે. જાન્યુઆરી 2023 સુધી પંકજ કુમાર મુખ્ય સચિવ પદ પર કાર્યરત રહેશે. મુખ્ય સચિવના એક્સટેન્શનને કેન્દ્રએ લીલીઝંડી આપી છે. 


ઉલ્લેખનીય છે કે, વિધાનસભાના ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસ વડા અને મુખ્યસચિવ બંનેને 8 મહિનાના એક્સટેન્શનની જાહેરાત કરાઈ છે. આજે જ રાજ્ય સરકાર સત્તાવાર ઓર્ડર બહાર પાડશે. રાજ્ય સરકારે મે 2023 સુધી બંનેનો કાર્યકાળ લંબાવવા રજૂઆત કરી હતી. જેમાં 8 મહિના સુધીની મંજૂરી મળી છે.