તરછોડાયેલા માસુમના માવતરને શોધવા ગૃહરાજ્ય મંત્રીના આદેશ, 100 પોલીસ કર્મીની ટીમ કામે લાગી
ગાંધીનગર (Gandhinagar) મા મળી આવેલ બાળક સાથે જે થયુ તેવુ ભગવાન કોઈની સાથે ન કરે. દોઢ વર્ષનું માસુમ બાળક મળી આવ્યાના 14 કલાકથી વધુ સમય વીતી ગયા છતા હજી સુધી તેના પરિવારની કોઈ માહિતી મળી નથી. ત્યારે આ ચિંતાજનક બાબત છે કે, આખરે આ બાળકનો પરિવાર કોણ છે અને તેમની સાથે શુ થયું છે. આખરે કેમ બાળકનો પરિવાર તેને શોધવા માટે સામે નથી આવી રહ્યો. આ માસુમ પણ રડમસ ચહેરે જનેતાની રાહ જોઈ રહ્યો છે. ભારતમાં બાળકીઓ ત્યજી દેવાના અનેક કિસ્સાઓ છાશવારે થતા રહે છે, પરંતુ હવે તો બાળકોને પણ ત્યજી દેવાના કિસ્સા બની રહ્યાં છે. આવામાં હવે ગુજરાત સરકાર (gujarat government) તરફથી જ બાળકના માવતરને ઝડપથી શોધવા આદેશ અપાયા છે. બાળકનું અપડેટ મેળવવા ખુદ ગૃહરાજ્ય મંત્રી (home minister) મોડી રાત સુધી જાગ્યા હતા.