• ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી બન્યા રત્નાકર ભીખુભાઇ દલસાણીયાની જગ્યાએ રત્નાકરની નિયુક્તિ

  • ગુજરાત ભાજપમાં રત્નાકરની નિયુક્તિ અમિત શાહ અને સી.આર.પાટીલના ઉત્તર પ્રદેશમાં કાર્યકાળના ભાગરૂપે માનવામાં આવી રહી છે


બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગુજરાત વિધાનસભાની ચુંટણીઓના દોઢ વર્ષ પહેલા ભાજપ સંગઠન (gujarat bjp) માં મોટો બદલાવ આવ્યો છે. છેલ્લા 13 વર્ષથી સંગઠન મહામંત્રી રહેલા ભીખુભાઇ દલસાણીયાની જગ્યાએ ઉત્તર પ્રદેશના રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકર (bjp leader ratnakar) નિયુક્તિ કરી અને આ નિયુક્તિએ ગુજરાત ભાજપના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ભાજપના તમામ નેતાઓ અને હોદ્દેદારો નવા મહામંત્રી વિશે જાણકારી મેળવવા લાગી ચૂક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ગુજરાતી હોવાનું ગૌરવ લો છો, તો વિદેશ ફરતા પહેલા આ ચાર હેરિટેજ સાઈટની અચૂક મુલાકાત લો 


1 ઓગસ્ટની સવાર ગુજરાત ભાજપના કાર્યકરો માટે આશ્ચર્ય અને આંચકારૂપ રહી. પ્રદેશ ભાજપની તમામ નિયુક્તિઓ પૂર્ણ થયા બાદ સમગ્ર સંગઠન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જોડીના શાસનના પાંચ વર્ષની ઉજવણીમાં લાગ્યું છે ત્યારે અચાનક ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિની જાહેરાત થઇ છે. અચાનક થયેલી આ જાહેરાત ગુજરાત ભાજપના નેતાઓ અને કાર્યકરો માટે આશ્ચર્ય અને આંચકો લઈને આવી છે.


ઉત્તર પ્રદેશના દેવરિયાના રત્નાકરને ગુજરાત જેવા મોટા રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીઓ પહેલા અપાયેલી આ જવાબદારી બતાવે છે કે રત્નાકર નિયુક્તિ કેમ કરવામાં આવી છે.


આ પણ વાંચો : અમદાવાદીઓનું કશુ બગાડી નહિ શકે કોરોના, 81% લોકોમાં આવી ગઈ હર્ડ ઈમ્યુનિટી


રત્નાકરના અત્યાર સુધીના કાર્યકાળ પર નજર કરીએ તો...


  • 1973 માં યુપીના દેવરિયામાં જન્મેલા રત્નાકર હાલ બિહાર ભાજપના સહ સંગઠન મંત્રી છે 

  • વર્ષ 1991 માં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા

  • વર્ષ 1995 માં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા

  • 1995 થી 2013 સુધી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્ણ પ્રચારક રહ્યા 

  • વર્ષ 2013 માં તેમણે ઉત્તર પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી તરીકે બુંદેલખંડની જવાબદારી સોંપવામાં આવી 

  • વર્ષ 2014 ની લોકસભા ચૂંટણીમાં અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં તેમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી 

  • ભાજપના તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વર્ષ 2017માં રત્નાકરને વારાણસીની જવાબદારી સોંપી 

  • 2017 માં સફળતાપૂર્વક કામ કર્યા બાદ 2019 માં લોકસભાની ચૂંટણી પહેલા તેમને ગોરખપુર લોકસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી 

  • વર્ષ 2020માં તેમને બિહાર ભાજપના સંગઠન મંત્રી તરીકે જવાબદારી સોંપાઈ. 

  • તેમણે ઉત્તર પ્રદેશ બિહાર અને પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓમાં મહત્વની ભૂમિકા ભજવી 

  • સતત 18 વર્ષ સંઘના પૂર્ણ કાલીન પ્રચારક રહ્યા અને ઉત્તર પ્રદેશમાં સંઘ અને ભાજપને મજબૂત કર્યું 

  • વર્ષ 2016માં તેમની કામગીરી જોઈને તત્કાલીન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમને વારાણસી વિધાનસભા અને લોકસભાની જવાબદારી આપી 

  • પ્રધાનમંત્રીના મતક્ષેત્રમાં તેમણે કરેલી સફળ કામગીરી બાદ તેમને ગોરખપુર લોકસભા બેઠકની જવાબદારી અપાઈ, એ પણ તેમણે સફળતાપૂર્વક નિભાવી 


આ પણ વાંચો : જામનગરના ખેડૂતે એવી ખેતી પર નસીબ અજમાવ્યું, જે ખર્ચા વગર આપે છે સીધો 3.25 લાખનો નફો


ગુજરાત ભાજપમાં રત્નાકરની નિયુક્તિ અમિત શાહ અને સી.આર.પાટીલના ઉત્તર પ્રદેશમાં કાર્યકાળના ભાગરૂપે માનવામાં આવી રહી છે. કારણકે ભાજપ અધ્યક્ષ તરીકે અમિત શાહે ઉત્તર પ્રદેશમાં લાંબા સમય સુધી કામ કર્યું અને વારાણસીમાં લાંબા સમય સુધી અનેક વિકાસકામોમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની મહત્વની ભૂમિકા રહી.


રત્નાકરને ગુજરાતમાં ભાજપના સંગઠન મહામંત્રી બનાવતા ભીખુભાઈ દલસાણીયાને પણ નવી જવાબદારી મળી શકે છે. રાષ્ટ્રીય સ્તરે તેમને નવી જવાબદારી મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે સૌથી લાંબો સમય તેમણે કામ કર્યું છે. ભાજપમાં સંગઠન મહામંત્રી એ ખૂબ મહત્વની જવાબદારી છે. કારણ કે આ જગ્યા સંઘ અને ભાજપ વચ્ચે સમન્વયનું કામ કરે છે તો સાથે જ સંગઠનલક્ષી કામગીરી તેમણે કરવાની હોય છે.


આ પણ વાંચો : હિમાચલના હિલ સ્ટેશન જેવો નજારો ધરાવતા ગુજરાતના નાનકડા ગામમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકાયો