બ્રિજેશ દોશી/ગાંધીનગર :ગાંધીનગરમાં આવેલ NFSU ના નવા પ્રકલ્પોની કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ (kiren rijiju) એ આજે શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે સુપ્રિમ કોર્ટના જજ એમ.આર. શાહ, ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય જજ આર.એમ.છાયા પણ હાજર રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે કાયદા મંત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે એક મુદ્દે હળવી ટકોર કરતા કહ્યું કે, અમે રાજકારણીઓ જ્યારે ફસાઈ જઈએ છીએ ત્યારે જજોને આગળ કરી દઈએ છીએ. અમારી વચ્ચે કોઈ ટકરાવ નથી. જજો જે કહે છે તે લાગુ અમારે કરવાનું હોય છે, એટલે અમે એમને ખૂબ સાંભળીએ છીએ. સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે તાલમેલ ખૂબ જરૂરી છે. એવા ઘણા કાયદાઓ છે જેમનો અમલ નથી થતો. આ સરકાર એકદમ એક્શન મોડમાં છે અને આરામ શબ્દ અમારી ડિક્શનરીમાં જ નથી. પ્રધાનમંત્રી રજા નથી લેતા, તો મંત્રીઓ કેવી રીતે લઈ શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : વડોદરા GIDC માં ઝેરી ગેસ લિક, બે કર્મચારીઓના ગૂંગળામણથી મોત 


NFSU ખાતે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ સંબોધનમાં કહ્યુ હતું કે, ગુજરાત આવવાની આજે ખૂબ ખુશી છે. આજનું કામ એ ફક્ત ગુજરાત નહિ, પણ સમગ્ર દેશ માટે મહત્વનું છે. અહીં અભ્યાસ કર્યા બાદ તમે તમારા વિષયના તજજ્ઞ હશો. આ યુનિવર્સિટી ખરેખર વિશ્વકક્ષાની છે. આપણી પાસે બધું હોવા છતાં નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી પર રોક હતી. વાડાએ પ્રતિબંધ લગાવ્યો હતો અને હું તે સમયે ખેલ મંત્રી હતો. આપણી પાસે જ્યારે વિશ્વકક્ષાની યુનિ. છે ત્યારે આવું ન થાય તેનું ચોક્કસ ધ્યાન રાખીશું. ઘણી પ્રક્રિયા એવી હોય છે જેમાં ખ્યાલ નથી આવતો કે સાચું શું અને ખોટું શું હોય છે. રમત ગમત ક્ષેત્ર ભારત ઉભરતી શક્તિ છે. ડોપ ટેસ્ટ મામલે પણ આપણને લાભ મળશે તેવી આશા છે. 


આ પણ વાંચો : મોદી સરકારના કાયદા મંત્રીનું મોટું નિવેદન, ‘રાજકારણીઓ ફસાય ત્યારે જજને આગળ વધારે છે’


ગુજરાત પાસેથી અમે ઘણુ શીખ્યા - કાયદા મંત્રી
ન્યાય પ્રક્રિયા વિશે તેમણે કહ્યું કે, લોકોને પોતાના ઘરે ન્યાય મળે તે જરૂરી છે. લોકોને ન્યાય મેળવવા લાંબો સમય રાહ જોવી પડે છે. એવા ઘણા કાયદા છે જે ખૂબ જુના છે અને આજની સ્થિતિમાં સુસંગત નથી. તેવા સંજોગમાં આ પ્રકારની યુનિવર્સીટીનું મહત્વ વધી જાય છે. અમે ગુજરાતથી ઘણું શીખીએ છીએ. ખેલ મહાકુંભ અને શક્તિ દૂત યોજના અમે દિલ્હીમાં લાગુ કરી છે. રાષ્ટ્રીય સ્તરે શક્તિ દૂત યોજનાને લાગુ કરવાનો લાભ મળ્યો છે. આ વખતે ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં અનેક મેડલ આવ્યા. સૌથી વધુ મેડલ મળ્યા તેનું એક કારણ શક્તિદૂત યોજના પણ છે.