ઝી મીડિયા/બ્યૂરો :ગાંધીનગરના નગરજનોને આજે નવા મેયર મળશે. ગાંધીનગર (gandhinagar) મહાનગરપાલિકામાં ચૂંટણી પૂર્ણ થયા બાદની આજે પહેલી સામાન્ય બેઠક મળશે. સામાન્ય બેઠકમાં નવા મેયરની વરણી કરવામાં આવશે. મેયરની સાથે અન્ય હોદ્દેદારોની નિમણૂક માટે બેઠક યોજાશે. અઢી વર્ષની ટર્મ માટે નવા મેયર (gandhinagar mayor)ની વરણી થશે. અનુસૂચિત જાતિ માટે મેયર પદ અનામત રહેશે. હિતેશ મકવાણા અને ભરત દીક્ષિત બંને મેયર પદ માટેના પ્રબળ દાવેદાર છે. ભાજપ મહિલાને મેયર પદ માટે પ્રમોટ કરે તેની પણ શક્યતા જોરદાર છે. બુધવારે મળેલી પાર્લામેન્ટરી બેઠકમાં હોદ્દેદારોના નામ પર મહોર મારવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીતેલા ઉમેદવારનું જાતિગત સમીકરણ
તો બીજી તરફ, આજે ગાંધીનગર મનપા (gandhinagar palika) ની પ્રથમ સામાન્ય સભા મળશે. ગઈકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હોદ્દેદારો પર મહોર લગાવવામાં આવી છે. જેની જાહેરાત હજી બાકી છે. આવામાં જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને નવા હોદ્દેદારોની પસંદગી કરાય તેવી સંભાવના છે. ગાંધીનગર મહાનગરપાલિકા પર એક નજર કરીએ તો, મનપામાં ટોટલ 11 વોર્ડ 44 બેઠક છે. જેમાં 41 બેઠક પર ભાજપની જીત થઈ છે. જીતેલા ઉમેદવારોમાં જાતિગત સમીકરણ SC 5 + 1 છે. જેમાં પાટીદાર 12, ક્ષત્રિય 7, બ્રાહ્મણ 5, ઠાકોર 7, Obc 3 અને St 1 ઉમેદવાર છે. 


આ પણ વાંચો : ગુજરાતી ફિલ્મોનો એક દાયકો ગજવનાર અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું નિધન


મેયર અને ડેપ્યુટ મેયર માટે કોણ દાવેદાર 
ગાંધીનગરમાં મેયર પદ sc માટે અઢી વર્ષ માટે આરક્ષિત છે. આવામાં પાલિકામાં મેયર પદના 2 દાવેદારો છે. જેમાં હિતેશ મકવાણા અને ભરત દીક્ષિત પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જો મેયર પદે પુરુષ કોર્પોરેટરને પ્રાધાન્ય આપવામાં આવે તો ડેપ્યુટી મેયરનું પદ મહિલાને મળી શકે. જેમાં બ્રાહ્મણ અથવા ક્ષત્રિય મહિલા ઉમેદવારને પ્રાધાન્ય મળી શકે છે. આ પદ પર 4 નામ રેસમાં છે. હેમા ભટ્ટ, શૈલજા ત્રિવેદી, અંજના મહેતા અને છાયા ત્રિવેદીનું નામ હાલ ચર્ચામાં છે.  


  • મનપામાં મહત્વનું સ્થાન એટલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગણાય છે. આ પદ માટે પાટીદાર ઉમેદવારને પ્રાધાન્ય મળી શકે છે. જેમાં મહેન્દ્ર દાસ, જશુભાઈ પટેલ, રાજુ પટેલનું નામ ચર્ચામાં છે.  

  • પક્ષના નેતા તરીકે ક્ષત્રિય સમાજને પ્રાધાન્ય મળી શકે છે. જેમાં પદમસિંહ ચૌહાણ, અનિલસિંહ વાઘેલા, જશપાલસિંહ બિહોલાને સ્થાન મળી શકે છે. 

  • દંડક તરીકે ઠાકોર સમાજને પ્રાધાન્ય મળી શકે છે. જેમાં નટુજી ઠાકોર, માણેકજી ઠાકોરને પ્રાધાન્ય મળી શકે છે.