Forest Beat Guard Exam: ગુજરાતમાં વધુ એક પરીક્ષાને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વર્ગ-3 બાદ હવે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાને લઇને સૌથી મોટી અપડેટ સામે આવી છે. ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ લેશે. 4.18 લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે. 8 ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે અને રોજના 50 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. કોમ્પ્યુટર બેઝડ રીક્રુટમેન્ટ ટેસ્ટ લેવાશે. 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પરીક્ષા વિશે મળતી માહિતી પ્રમાણે વર્ગ-3 બાદ હવે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાને લઇને સૌથી મોટી અપડેટ સામે આવી છે. જેની તારીખ જાહેર કરી દેવાઇ છે. આ પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવશે. ઉત્તરાયણ પહેલા આગામી 8 ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ બિટગાર્ડની પરીક્ષા લેશે. રોજના 50 હજાર જેટલાં ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા આપશે. પરીક્ષા કોમ્પ્યુટર આધારીત હોવાના કારણે પરીક્ષા 7 દિવસ સુધી ચાલશે. કુલ 4.18 લાખ ઉમેદવારો ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે. રાજ્યના 11 જિલ્લાના સેન્ટરો પર પરીક્ષા લેવાનું આયોજન છે.


હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવાશે
ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતી માટેના નિયમોમાં પણ સરકારે કેટલાંક ફેરફાર કર્યા છે. એટલે કે, હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે. વધુમાં હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.