ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અંગે ગુજરાત સરકારની SOP જાહેર, જાણો કોને કયા નિયમ ફરજિયાત
ગાંધીનગર ગિફ્ટ સીટીમાં વાઈન એન્ડ ડાઈન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ગેજેટ નોટોફિકેશન જાહેર કરાયું છે. પ્રોહીબિશન એકટ હેઠળ કેટલીક છૂટછાટ સાથે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ગિફ્ટ સીટીમાં આવેલા એકમો માટે છૂટછાટ લાગુ પાડવામાં આવી છે.
Gujarat Tourism: ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમિશન મળતા જ આખા ગુજરાતમાં હરખની હેલી ફરી વળી છે. ત્યાં ફરી ગિફ્ટ સિટીમાં દારુના સેવનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગિફ્ટ સીટીમાં લિકર પરમિટને લઈને નિયમ જાહેર થયા છે. સોશિયલ મીડિયામાં હાલ દારૂ પીવાને લઈને મુદ્દો બહુ ચગ્યો છે. બધાને એમ હતું કે ગિફ્ટ સિટીમાં જઈને દારૂ પી શકાશે. પરંતું આખરે સરકારને તેની નિયમો જાહેર કર્યા છે. ગિફ્ટ સિટીમાં કોણ કોણ દારૂ પી શકશે, કોણ વેચી શકશે, ક્યારે પી શકાશે તેના નિયમો જાહેર કરાયા છે.
દારૂની છૂટછાટને લઈ નિયમો જાહેર
ગૃહ વિભાગ સત્તાવાર ગિફ્ટ સીટીમાં દારૂની છૂટછાટને લઈ નિયમો જાહેર કર્યા છે. જેમાં ગૃહ વિભાગ દ્વારા એક ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે. એફ એલ ૩ લાયસન્સ લેવા માટે સુપ્રિટેન્ડન્ટ પ્રોહીબિશન અને એક્સાઈઝમાં એપ્લાય કરવાનું રહેશે. ગિફ્ટ સિટીમા વાઈન એન્ડ ટાઈમ ફેસિલિટીમાં જ છૂટછાટ મળશે. વાઈન અવેજ ડાઈનમાં લીકર પરમીટ હોલ્ડરને જ સર્વ કરવામાં આવશે. લીકર પરમીટ મેળવવા માંગતા કર્મચારીઓની યાદી તૈયાર કરી સોંપવાની રહેશે. જેની ચકાસણી થયા બાદ તંત્ર મંજૂરી આપશે. લીકર પરમીટ માટે ફી રૂપિયા 1 હજાર ચૂકવવાની રહેશે. ગીફ્ટ સિટીના કર્મચારી તરીકે દૂર થતા પરમીટ રદ્દ થશે. મુલાકાત માટે એક દિવસની ટેંપરરી લીકર પરમીટ મળી શકશે. મુલાકાતીઓ માટે કામચલાઉ પરમિટ ભલામણ અધિકારી દ્વારા માત્ર એક જ દિવસ માટે જારી કરી થશે. આ ભલામણ કરનાર અધિકારી એ જ મુલાકાતીઓ (ઓ) માટે જ્યારે જરૂર પડે ત્યારે નવી કામચલાઉ પરમિટ આપી શકે છે. ગિફ્ટ ફેસિલિટેશન કમિટી આ ઓર્ડરના અર્થઘટનને લગતી અંતિમ સત્તા હશે.
ગિફ્ટ સિટીમાં લિકર માટે SOP જાહેર
રાજ્ય સરકારે ગિફ્ટ સિટીમાં લિકર માટે નિયમો માટે એક SOP જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે એફ એલ 3 લાયસન્સ માટે 1 લાખ રૂપિયા ફી એક વર્ષ માટે હશે, જ્યારે રૂપિયા 2 લાખ સિક્યોરીટી ડિપોઝીટ હશે. એફ એલ 3 લાયસન્સ 1 વર્ષ અને 5 વર્ષ માટે મળશે. લાયસન્સના સમય દરમિયાન બાકી રહેલા વાઈનનો જથ્થો પરત જમા કરાવવાનો રહેશે.
રાજ્ય સરકારે ગેજેટમાં જાહેર કરી ગાઈડ લાઇન્સ
ગેજેટમાં જાહેર કરાયેલા નિયમો મુજબ ગીફ્ટ સીટીમાં 21 વર્ષની ઉંમર હશે તો જ દારૂની પરવાનગી આપવામાં આવશે. લિકર એક્સેસ પરમિટ બે વર્ષ માટે જાહેર કરવામાં આવશે અને એક સમયે બે વર્ષ માટે રિન્યુ કરી શકાય છે. પરમિટ માટે ફી રૂ. 1000/- વાર્ષિક આપવાના રહેશે. આ સિવાય અમુક કિસ્સામાં પરમિટ ધારક કંપનીનો કર્મચારી નહી રહે તો GIFT સિટી ખાતેની કંપની/સંસ્થા/યુનિટનો પરમિટ રદ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સરકારે 17 નિયમો જાહેર કર્યા હતા. નશાબંધી અને આબકારી વિભાગે ગિફ્ટ સિટીમાં દારૂ પીવા અંગે ગાઈડલાઈન જાહેર કરી હતી. જેમાં માત્ર અધિકૃત કામ કરતા કર્મચારીઓને જ દારૂની છૂટ આપવામાં આવી હતી. આ ઉપરાંત માત્ર અધિકૃત મુલાકાતીઓને જ દારૂ પીવાની મંજૂરી આ ગાઈડલાઈનમાં આપવામા આવી છે. બહારથી આવનાર મુલાકાતીઓને ખાસ અધિકારી પાસે મંજૂરી લેવી પડશે. તેમજ હેલ્થ પરમિટ, વીઝીટર પરમિટ ધારકો દારૂનું સેવન નહિ કરી શકે.ટુરિસ્ટ પરમિટ ધારકો પણ નદારૂનું સેવન નહિ કરી શકાય.