મૌલિક ધામેચા/અમદાવાદ :ગાંધીનગર (gandhinagar) ના પેથાપુરમાં મળી આવેલ બાળકના કેસમાં કોઈ વિચારી પણ ન શકે તેવો વળાંક આવ્યો છે. માસુમનો પિતા જ તેની માતા મહેંદીનો હત્યારો નીકળ્યો છે. સચિન દિક્ષિતે (Sachin Dixit) ઠંડે કલેજે દીકરા શિવાંસ (Shivansh) ની નજર સામે જ તેની હત્યા કરી હતી. પિતા તેની નજર સામે જ માતાને મારી રહ્યો હતો અનેબિચારો બાળક ત્યા રડી રહ્યો હતો. આટલી હેવાનિયત કરીને સચિન દિક્ષિત અટક્યો ન હતો. પત્નીની લાશ ફ્લેટમાંના કિચનમાં જ છોડીને સચિન દીકરાને લઈને નીકળી ગયો હતો. સચિન આટલી ક્રુરતા આચરશે તેવુ કોઈ સપનામાં ય વિચારી ન શકે. ત્યારે સમગ્ર મામલાથી વડોદરાના સ્વીટી દેસાઈ કેસ યાદ આવી ગયો. પીઆઈ અજય દેસાઈએ પણ આ જ રીતે દીકરાની નજર સામે સ્વીટી પટેલની હત્યા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં મળ્યા હતા હિના અને સચિન 
એક તરફ ગાંધીનગર પોલીસ શિવાંશના માતાપિતાને શોધવા નીકળી હતી, પણ કોને ખબર હતી તેમાં મોટા ઘટસ્ફોટ થશે. જોકે, સમગ્ર ઘટના બાદ શિવાંસ ફરી નોંધાયો બન્યો છે. તેના પિતા હત્યા નીકળ્યા, અને માતાની હત્યા થઈ ગઈ. મહેંદી ઉર્ફે હીનાના નસીબમાં ન તો પિયરનો પ્રેમ હતો, ન તો સાસરી પક્ષનો. હીના મૂળ જૂનાગઢના કેશોદની વતની છે. ગાંધીનગર રેન્જ આઈજી અભય ચૂડાસમાએ મીડિયાને માહિતી આપી કે, હીનાની માતાનુ મૃત્યુ થયુ હતું. તેના પિતાએ બીજા લગ્ન કર્યા હતા. તેથી હીના અમદાવાદના બોપલમાં રહેતાં તેના માસા-માસીના ઘરે જ રહેતી હતી.  મહેંદી અમદાવાદમાં એક શો રૂમમાં નોકરી હતી ત્યારે તેની સચિન સાથે મુલાકાત થઈ હતી. બાદમાં બંને પ્રેમમાં પડ્યા હતા અને 2019થી લિવ ઈનમાં રહેવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પણ સચિન પરણિત જ તો. 2020માં શિવાંશનો જન્મ થયો હતો. બાદમાં સચિનની જૂન મહિનામાં વડોદરા બદલી થતા તે મહેંદી અને શિવાંશ સાથે ત્યાં રહેવા ગયો હતો. વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલા દર્શનમ ઓવરસીઝના જી-102 નંબરના ફ્લેટમાં ભાડે રહેતો હતો.


સચિને રાજસ્થાન જવાની વાત કરતા બંને વચ્ચે ઝઘડો થયો હતો 
ત્રણ મહિના પહેલાં જ કપલ અમદાવાદનું ઘર ખાલી કરીને વડોદરા શિફ્ટ થયુ હતુ. શુક્રવારે હિના અને સચિન વચ્ચે ઝઘડો થયો હતો. તેણે રાજસ્થાન માતાપિતા સાથે જવાનુ હોવાનુ કહ્યુ હતું. જેથી હિના ભડકી હતી. તેણે સચિનને હવે પોતાની સાથે નિયમિત રહેવાનુ કહ્યુ હતું. જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. અને સચિને ગુસ્સામાં હિનાનુ ગળુ દબાવ્યુ હતું. આ બધુ થયુ ત્યારે માસુમ શિવાંશ ત્યાં જ હતો. હાલ પોલીસને G 102 દર્શન ઓવરસીસ ,બાપોદ ખાતે વડોદરાથી હિનાનો મૃતદેહ મળી આવ્યો છે.


પોલીસ તપાસમાં સચિને માનસિક હોવાનો ડોળ કર્યો  
હત્યાનો ખુલાસો થતા જ ગાંધીનગર પોલીસ આરોપી સચિન દીક્ષિતને સાથે લઈ વડોદરા પહોચી હતી, જ્યાં હિનાનો મૃતદેહ મૂકાયો હતો. 102 નંબરના ફ્લેટમાં સચિનને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન આરોપી સચિન માનસિક રીતે બીમાર હોવાનો ઢોંગ કરી રહેતો દેખાયો હતો. પોલીસ પૂછપરછમાં તેણે પોતાનુ માથુ દીવાલ સાથે પણ પછાડ્યુ હતું. તેમજ વોમિટીંગ પણ કરી હતી.