બ્રિજેશ દોશી, અમદાવાદઃ આજે લાભપાંચમના દિવસે એક તરફ જ્યાં તમામ ઓફિસો અને ધંધા રોજગાર નવા વર્ષમાં પૂજા-પાઠ સાથે ફરી ખુલી રહ્યાં હતાં ત્યાં બીજી તરફ રજાઓ હોવાથી બંધ પડેલી  સરકારી કચેરીમાં આગની ઘટના સામે આવી. ગાંધીનગરમાં જિલ્લા પંચાયતના આંકડા વિભાગમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગતા તિજોરી બળીને ખાક થઇ ગઇ હતી. આ સિવાય સિલિંગ પણ ડેમેજ થઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગ લાગવાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગને ઓલવવાનું કામ શરૂ કર્યુ હતુ. જોકે, આ આગ ક્યા કારણોસર લાગી તે જાણી શકાયુ નહતુ. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રથમ માળ પર આ આગ લાગી હતી. દસ્તાવેજો બળીને ખાક થઇ ગયા હતા. રાત્રિનો સમય હોવાથી કોઇ કર્મચારી ઓફિસમાં ના હોવાને કારણે મોટી જાનહાની ટળી હતી. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.


પંચાયત બિલ્ડિંગમાં અચાનક આગ કેવી રીતે લાગે એ પણ હજુ તપાસનો વિષય છે. જોકે, આ અગ્નિકાંડમાં સરકારી ઓફિસના અનેક દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા છે. આ ઘટનાની જાણ થતાંની સાથે જ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જિલ્લા પંચાયતની મુલાકાત લીધી. આગમાં એટલું જ નહીં આ ઉપરાંત આગથી થયેલી નુકસાની અંગે બ્રિજેશ મેરજાએ કરી સમિક્ષા કરી હતી.