ગીફ્ટ સીટીમાં PM મોદીએ કહ્યું; ડિજિટલ પેમેન્ટમાં આજે પૂરી દુનિયામાં ભારત એકલાની 40% હિસ્સેદારી`
વડાપ્રધાન ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (IFSCA) ના મુખ્યાલયની ઇમારતનો શિલાન્યાસ કર્યો છે, જે ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (IFSCs) માં નાણાકીય ઉત્પાદનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય સંસ્થાઓના વિકાસ અને નિયમન માટે એકીકૃત નિયમનકાર છે.
ઝી ન્યૂઝ/અમદાવાદ: ચૂંટણીના વર્ષમાં ફરી એકવખત પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે. પીએમ મોદી હાલ ગિફ્ટ સિટી પહોંચ્યા છે. જ્યાં ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટરની મુલાકાત કરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં છે. PM મોદીના હસ્તે ગાંધીનગરના ગીફ્ટ સીટી ખાતે IFSCA ના હેડક્વાર્ટર ભવનનો શિલાન્યાસ, ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જ તથા NSE IFSC – SGX Connectનું લોન્ચિંગ કર્યું છે.
ગીફ્ટ સીટીથી પીએમ મોદીના ભાષણના મહત્વપૂર્ણ અંશો
આજે ગિફ્ટ સિટીમાં International Financial Services Centres Authority - IFSCA Headquarters Buildingનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે આ ઈમારત તેના આર્કિટેક્ચરમાં જેટલી ભવ્ય છે તેટલી જ તે ભારતને આર્થિક મહાસત્તા બનાવવા માટે અમર્યાદિત તકો પણ ઊભી કરશે. ભારત હવે યુએસએ, યુકે અને સિંગાપોર જેવા વિશ્વના દેશોની હરોળમાં ઊભું છે, જ્યાંથી વૈશ્વિક નાણાને દિશા આપવામાં આવે છે. આ અવસર પર હું તમને અને તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, GIFT સિટીના વિઝન સાથે દેશના સામાન્ય માણસની આકાંક્ષાઓ જોડાયેલી છે. ગિફ્ટ સિટીમાં ભારતના ભવિષ્યનું વિઝન જોડાયેલું છે, ભારતના સોનેરી ભૂતકાળના સપનાઓ પણ જોડાયેલા છે. ગિફ્ટ સિટી વાણિજ્ય અને ટેક્નોલોજીના હબ તરીકે મજબૂત છાપ ઉભી કરી રહ્યું છે. ગિફ્ટ સિટી wealth અને wisdom બંનેની ઉજવણી કરે છે. મને એ જોઈને આનંદ થાય છે કે GIFT સિટી દ્વારા ભારત વૈશ્વિક સ્તરે સેવા ક્ષેત્રમાં મજબૂત હિસ્સો સાથે આગળ વધી રહ્યું છે: PM
2008માં વિશ્વ આર્થિક સંકટ અને મંદીનો સમયગાળો હતો. ભારતમાં પોલિસી પેરાલિસિસનું વાતાવરણ હતું. પરંતુ, તે સમયે ગુજરાત ફિનટેક ક્ષેત્રે નવા અને મોટા કદમ ઉઠાવી રહ્યું હતું. મને આનંદ છે કે તે વિચાર આજે આગળ વધ્યો છે. આપણે યાદ રાખવું પડશે કે વાઇબ્રન્ટ ફિનટેક સેક્ટરનો અર્થ માત્ર સરળ વ્યાપાર વાતાવરણ, સુધારા અને નિયમો નથી. તે વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા વ્યાવસાયિકોને વધુ સારું જીવન અને નવી તકો આપવાનું પણ એક માધ્યમ છે. આજે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. તેથી ભવિષ્યમાં જ્યારે આપણી અર્થવ્યવસ્થા આજની સરખામણીએ મોટી હશે, ત્યારે આપણે તેના માટે અત્યારે જ તૈયાર રહેવું પડશે. આપણે તેના માટે એવી સંસ્થાઓની જરૂર છે જે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આપણી વર્તમાન અને ભવિષ્યની ભૂમિકાને પૂરી કરી શકે.
તેમણે જણાવ્યું કે, ગિફ્ટ સિટી સાથે સામાન્ય માણસની આંકાંક્ષા, ભારતના ભવિષ્યનું વિઝન જોડાયેલું છે. જાન્યુઆરી 2013માં ગિફ્ટ બેન્કના ઇનોગ્રેશન માટે આવ્યો હતો. ત્યારે ગુજરાતની સૌથી ઉંચી બિલ્ડિંગ કહેતા હતા. પરંતુ ગિફ્ટ સિટી એક એવો આઇડિયા પોતાના સમય કરતા પણ ઘણો આગળ હતો. આજે 21મી સદીમાં નાણા અને ટેકનોલોજી એકબીજા સાથે જોડાયેલા છે, અને જ્યારે ટેક્નૉલૉજી, વિજ્ઞાન અને સૉફ્ટવેરની વાત આવે છે, ત્યારે ભારત પાસે એક edge અને experience પણ છે. આજે સમગ્ર વિશ્વમાં રિયલ ટાઇમ ડિજિટલ પેમેન્ટ્સમાં એકલા ભારતનો હિસ્સો 40% છે.
છેલ્લા 8 વર્ષમાં દેશમાં financial inclusion ની નવી લહેર જોવા મળી છે. ગરીબમાં ગરીબ લોકો પણ આજે ઔપચારિક નાણાકીય સંસ્થાઓમાં જોડાઈ રહ્યા છે. આજે જ્યારે આપણી મોટી વસ્તી ફાઇનાન્સ સાથે જોડાઈ છે, ત્યારે સમયની જરૂરિયાત છે કે સરકારી સંસ્થાઓ અને પ્રાઈવેટ પ્લેયર્સ સાથે મળીને આગળ વધે.
CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જના લોકાર્પણ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતની ગિફ્ટ સિટી ટ્રેડ બિઝનેસ અને ફાઇનાન્સ સેક્ટરને ગ્લોબલ સેન્ટર બનાવશે. ગિફ્ટ સિટી પાસે રિવરફ્રન્ટ વિકાસ માટે 375 કરોડના બેજેટનું આવંટન કરવામાં આવ્યું છે. ઇકોસિસ્ટમ સ્ટોક એક્સચેન્જ પર 100 ટકા રિફંડની સુવિધા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી આગામી દિવસમાં મેન્યુફેક્ચરિંગ, સિરામિક, ડાયમન્ડ અને ફાર્માસ્યૂટિકલ હબ બન્યું છે અને હવે ફાઇનાન્સિયલ સર્વિસનું હબ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યાં છીએ. અમે ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂટ અને કંપનીઓને આમંત્રણ આપીએ છીએ કે ગુજરાત આવો અને વ્યાપાર કરો. રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે મોમેન્ટો આપી તેમનું સ્વાગત કર્યું છે. ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સ્ચેન્જ ખાતે દરરોજ 50 હજાર કરોડથી વધુના સોના-ચાંદીનું ટ્રેડિંગ થશે.
ગુજરાતની મુલાકાતે પધારેલ માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે હાર્દિક સ્વાગત કર્યું. pic.twitter.com/ccYtCkntFj
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube