હિતલ પારેખ/ગાંધીનગર :બિનસચિવાલય પરીક્ષા રદ કરવવા મુદ્દે થયેલા આંદોલન બાદ આજે ગાંધીનગરમાં મહેસૂલી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યાં છે. મહેસૂલ કર્મચારી મહામંડળ દ્વારા ગાંધીનગરમાં આજે વિશાળ રેલી નીકળી હતી. જેમાં અંદાજે 10 હજારથી વધુ મહેસૂલ ખાતાના કર્મચારીઓ એક જ મંચ પર એકઠા થયા છે. છેલ્લા ચાર દિવસથી કર્મચારીઓ હડતાળ પર છે. પડતર પ્રશ્નો અને માંગણીઓને લઈ મહેસુલ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. વારંવારની અનેક રજૂઆતો છતાં માંગણી ન સંતોષાતા આખરે મહેસૂલ ખાતાના કર્મચારીઓ ગાંધીનગરમાં રસ્તા પર ઉતરી આવ્યા છે.


GTUએ લોન્ચ કર્યા 9 નવા કોર્સ, જે તમારા માટે નવી નોકરીના દરવાજા ખોલશે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેસુલી કર્મચારીઓની ઘ-0થી નીકળેલી વિશાળ રેલી ઉપવાસ છાવણીમાં મોટી સભામાં પરિવર્તિત થઈ છે. મહેસૂલી કર્મચારીઓના પાંચ સભ્યોનું પ્રતિનિધિ મંડળ રાજ્ય સરકારને આવેદનપત્ર આપશે. મહેસૂલી કર્મચારીઓની સભામાં પડતર પ્રશ્નના નિરાકરણ માટે સરકાર પર દબાણ ઊભું કરવા નિર્ણય લેવાયો છે. મહેસૂલ મંત્રીને રજૂઆત વખતે મંડળના સામે કરેલા વર્તનથી પણ નારાજગી મંડળી દર્શાવી છે. ગાંધીનગરમાં ઘ-0 થી ઘ-3 સુધી રેલી યોજાઈ હતી. મહેસૂલ કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઇને વિશાળ સંખ્યામાં રેલી કાઢવામાં આવી હતી. 


જુગાડ: એક કિલો પ્લાસ્ટિક આપો, અને ડુંગળી-દાળ-તેલ લઈ જાઓ...


શું છે કર્મચારીઓની માંગણી...
આ ઉપરાંત મહેસુલી કર્મચારીઓએ હાઇકોર્ટની એકિઝિકયુટિવ મેજીસ્ટ્રેટની તાલીમનો પણ બહિષ્કાર કર્યો હતો. હડતાલને કારણે અરજદારોને ધકકા થયા હતાં. નામબ મામલતદાર અને કલાર્ક કેડરની હડતાલથી કામગરીરી ખોરવાઇ ગઇ હતી. જેનાથી અનેક લોકો હેરાન થયા હતાં. મહેસૂલ કર્મચારીઓ 17 જેટલા પડતર પ્રશ્નો સામે લડી રહ્યાં છે. જેમાં નાયબ મામલતદારથી મામલતદારની સિનિયોરિટીની યાદી તૈયાર કરવી, ક્લાર્ક કેડરના કર્મચારીઓને નાયબ મામલતદારનું પ્રમોશન આપી ફિક્સ પગારની નોકરી કરનાર કર્મચારીઓને નેશનલ ઇજાફો આપવા, સાતમું પગારપંચ, કોમ્પ્યુટર કામગીરીમાં રેગ્યુલર કર્મચારીઓને બેસાડવા સહિતની માંગણીઓ સાથે રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા અનેક વખત રજૂઆત કરી છતાં સરકાર દ્વારા માત્ર બાંહેધરી જ અપાતી હોવાથી હડતાળ પર ઉતર્યા છે.


ગુજરાતના મહત્વના સમાચાર જાણવા કરો ક્લિક....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube