લોકડાઉનમાં શ્રમિકોને રોજગાર અપાવવા માર્ગ-મકાન વિભાગના 9-10 હજાર કરોડના કામ ફરી શરૂ કરાયા - નીતિન પટેલ
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાંધીનગર સરખેજ સિક્સલેન રોડ (gandhinagar sarkhej sixlane) ની કામગીરીનું આજે નિરીક્ષણ કર્યું હતું. કોરોનાં સંક્રમણ અને લોકડાઉન બાદ આ સિક્સલેનનું કામકાજ અટકાવી દેવાયું હતું. ત્યારે ફરી એક વખત રોડ બાંધકામની કામગીરી શરૂ કરાઈ છે. લોકડાઉનમાં વતન જઈ રહેલા પરપ્રાંતિયોને અટકાવવા અને તેઓને કામ અને રોજગાર મળી રહે તે હેતુથી આ રોડનું બાંધકામ શરૂ કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, એસજી હાઇવે પર બની રહેલ .સિક્સ લેન રોડનું નીતિન પટેલે (Nitin patel) નિરીક્ષણ કર્યું હતું. તેમજ હાલ ચાલી રહેલા કામની સમીક્ષા કરી હતી.
ઉદય રંજન/અમદાવાદ :નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાંધીનગર સરખેજ સિક્સલેન રોડ (gandhinagar sarkhej sixlane) ની કામગીરીનું આજે નિરીક્ષણ કર્યું હતું. કોરોનાં સંક્રમણ અને લોકડાઉન બાદ આ સિક્સલેનનું કામકાજ અટકાવી દેવાયું હતું. ત્યારે ફરી એક વખત રોડ બાંધકામની કામગીરી શરૂ કરાઈ છે. લોકડાઉનમાં વતન જઈ રહેલા પરપ્રાંતિયોને અટકાવવા અને તેઓને કામ અને રોજગાર મળી રહે તે હેતુથી આ રોડનું બાંધકામ શરૂ કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે, એસજી હાઇવે પર બની રહેલ .સિક્સ લેન રોડનું નીતિન પટેલે (Nitin patel) નિરીક્ષણ કર્યું હતું. તેમજ હાલ ચાલી રહેલા કામની સમીક્ષા કરી હતી.
રાજકોટમાં ફરી પ્રાણ ફૂંકાયો, 50 દિવસ બાદ આજે ઉદ્યોગો ધમધમતા થયા
આ વિશે નીતિન પટેલે જણાવ્યું કે, લોકડાઉનના શરૂઆતના સમયમાં ખાસ કરીને તબક્કામાં સમગ્ર દેશની અંદર બધુ જ કામકાજ બંધ કરી દેવામાં આવ્યું હતું. કડકાઈથી લોકડાઉનનો અમલ કરાયો હતો. ત્યારે ભારત સરકારના માર્ગદર્શન બાદ હાલના તબક્કમાં માર્ગ મકાન અંતર્ગત પીડબલ્યુડીની કામગીરી શરૂ કરવાની પરમિશન સરકાર દ્વારા આપવામાં આવી છે. તેના કારણે ગુજરાતમાં માર્મ મકાનના જે કામો લકોડાઉનમાં બંધ થયા હતા તે બધા પુન શરુ કરવાનો નિર્ણય કરાયો છે. આ મામલે કોન્ટ્રાક્ટર અને ઈજારદાર સાથે સંકલન કર્યું છે.