માતાપિતાના રંગરેલિયાના ચક્રવ્યૂહમાં શિવાંસ ફસાયો, આજે માસુમનો જન્મદિન પણ ભૂલાયો
ગાંધીનગર (gandhinagar) ના પેથાપુરમાં મળી આવેલા શિવાંશ (Shivansh) ના માતાપિતા સુધી પોલીસ આખરે પહોંચી ગઈ છે. તેના માતાનું નામ મહેંદી પેથાણી અને પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું ખૂલ્યુ છે. સચિન અને મહેંદીના બે વર્ષના રંગરેલિયા બાદ શિવાંશનો જન્મ થયો હતો. પરંતુ સવાલ એ છે કે આખરે આ બાળકનો શુ વાંક હતો. પ્રણય ત્રિકોણમાં આખરે આ માસુમનો શું વાંક હતો કે તેને આવી રીતે તરછોડી દેવામાં આવ્યો. ખુદ મહેંદીએ જ બાળકને સચિનને સોંપ્યો હતો. ત્યાર બાદથી મહેંદી ગાયબ છે. પિતા સચિન રાજસ્થાનથી પકડાઈ ચૂક્યો છે, પણ મહેંદી હજી સુધી સામે આવી નથી. આખરે, આ ચક્રવ્યૂમાં માસુમ બાળક ફસાયુ છે.
ઝી મીડિયા/બ્યૂરો :ગાંધીનગર (gandhinagar) ના પેથાપુરમાં મળી આવેલા શિવાંશ (Shivansh) ના માતાપિતા સુધી પોલીસ આખરે પહોંચી ગઈ છે. તેના માતાનું નામ મહેંદી પેથાણી અને પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું ખૂલ્યુ છે. સચિન અને મહેંદીના બે વર્ષના રંગરેલિયા બાદ શિવાંશનો જન્મ થયો હતો. પરંતુ સવાલ એ છે કે આખરે આ બાળકનો શુ વાંક હતો. પ્રણય ત્રિકોણમાં આખરે આ માસુમનો શું વાંક હતો કે તેને આવી રીતે તરછોડી દેવામાં આવ્યો. ખુદ મહેંદીએ જ બાળકને સચિનને સોંપ્યો હતો. ત્યાર બાદથી મહેંદી ગાયબ છે. પિતા સચિન રાજસ્થાનથી પકડાઈ ચૂક્યો છે, પણ મહેંદી હજી સુધી સામે આવી નથી. આખરે, આ ચક્રવ્યૂમાં માસુમ બાળક ફસાયુ છે.
આજે શિવાંશ 10 મહિનાનો થયો
શિવાંશની માસી પાસેથી માહિતી મળી કે, કે 10 ડિસેમ્બર 2020 માં શિવાંશનો જન્મ થયો હતો. આજે શિવાંશ 10 મહિનાનો થયો છે. એક તરફ જ્યાં માતાપિતા બાળકની 12 મહિના સુધીની જન્મતિથિ દર મહિને ઉજવે છે. ત્યાં શિવાંશ શિશુ ગૃહમાં છે. તેના પિતા પોલીસ કસ્ટડીમાં છે, અને માતા ગાયબ છે.
આ પણ વાંચો : શિવાંશની રિયલ માતાનો થયો ખુલાસો, જેના સચિન સાથે હતા લગ્ન બાદના સંબંધ
શિવાંશની માતા મહેંદી વડોદરામાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાનું પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી છે. આ દરમિયાન વડોદરમાં જ સચિન અને મહેંદી વચ્ચે સંબંધ બંધાયા હતા. બે વર્ષ સુધી બંનેએ માનવેલા રંગરેલિયાંમાં શિવાંશનો જન્મ થયો હતો. સચિન મહેંદીને મળે તે પહેલા જ તે પરિણિત હતો, જેને પત્નીથી ચાર વર્ષનો દીકરો છે. પરંતુ તેણે મહેંદીથી સમગ્ર વાત છુપાવી હતી. જેના બાદ મહેંદીએ સચિન પર લગ્ન કરવા દબાણ કર્યુ હતું. આ બાદ બંને વચ્ચે થયેલી બોલાચાલીમાં તેણે શિવાંશને સચિનને સોંપ્યો હતો. પરંતુ હજી સુધી મહેંદી સમગ્ર પ્રકરણથી બહાર છે. સવાલ એ છે કે, પોતાના દીકરાને સચિનને સોંપીને મહેંદી ક્યા ગાયબ થઈ ગઈ છે. જે માતા પાંચ મિનિટ પણ પોતાના દીકરાને અલગ કરતી ન હતી, તે આખરે કેમ 35 કલાકથી તેનાથી દૂર છે. શું સચિને જ મહેંદીનો કાંટો કાઢી નાંખ્યો છે તેવા પણ સવાલો ઉઠી રહ્યાં છે.
સાથે જ માસુમના ભવિષ્યનો સવાલ છે ત્યા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો મહેંદી ગાયબ છે, તો તેના પરિવારજનો પણ કેમ હજી સુધી સામે આવ્યા નથી. મહેદી મૂળ કેશોદની વતની છે, તેના માતા મૃત્યુ પામ્યા છે, તો મહેંદીના પિતાએ પણ કેમ સમગ્ર મામલે ચૂપકીદી સેવી છે. હજી સુધી માત્ર મહેદીના માસી અને માસા જ સામે આવ્યા છે, ત્યારે તેના અન્ય પરિવારજનો ક્યા છે અને તેમણે કેમ ચૂપકીદી સેવી છે.
આ પણ વાંચો : શિવાંશની માતા મહેંદી ગાયબ, પણ તેને ઉછેરનાર સંબંધી કેમેરા સામે ચોધાર આસુએ રડી પડ્યા
તો બીજી તરફ, શિવાંશનો પિતા સચિન દિક્ષિત બે મહિના પહેલા જ વડોદરાની ઓઝોન ઓવરસિઝ કંપનીમાં આસિ.મેનેજર તરીકે જોડાયો હતો. ત્યારે સચિનની કંપનીના મેનેજરે જણાવ્યું કે, સચિન ત્રણ દિવસ પહેલા ઓફિસ આવ્યો હતો, અને અઠવાડિયાની રજા લઈને કંપનીમાંથી ગયો હતો. વતન જવુ છે તેવુ કહીને ગયો હતો. હાલ તેની કંપનીના કર્મચારીઓએ કહ્યું કે, સચિન મિલનસાર વ્યક્તિ હતો, તો આ પ્રકારનું કૃત્ય કેવી રીતે કરી શકે. જોકે, આ કંપનીના કર્મચારીઓ મહેંદી વિશે અજાણ હોવાનું તેઓએ જણાવ્યું.