ગાંધીનગરઃ ગાંધીનગરમાં હવે રોબોટ કરશે મહેમાનગતિ. બહારથી આવતા મહેમાનોને હવે ચા પાણી આપવા  માટે રોબોટ જોવા મળે તો નવાઈ નહીં. ગુજરાત સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આવા કુલ 50 રોબોટ  બનાવવાની કામગીરી ચાલી રહી છે. વાઇબ્રન્ટ સમિટમાં મહેમાનોનું સ્વાગત ઓટોમેટેડ રોબોટ દ્વારા કરવામાં આવે તેવી શકયતા છે. મુખ્યસચિવની બેઠકમાં પણ પહેલીવાર રોબોટનો ઉપયોગ કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બેઠકમાં આવેલા મુલાકાતીઓ માટે રોબોટ ચા-પાણી લઇને આવ્યો હતો. આગામી સમયમાં ગુજરાતમાં  સરકારી કચેરીઓમાં રોબોટ જોવા મળે તેવી પણ શકયતા છે. આ ઉપરાંત સાયન્સ સિટી ખાતે રોબોટિક ગેલેરી  બનાવવામાં આવશે. જેમાં જુદા જુદા પ્રકારના 50 જેટલા રોબોટ્સ રાખવામાં આવશે. 125 કરોડ રૂપિયાના ખર્ચે  આ સમગ્ર પ્રોજેક્ટ નિર્માણ પામશે અને આગામી એપ્રિલ મહિનાથી આ ગેલેરી બનાવવાની કામગીરી શરૂ કરાશે. 


આ ગેલેરીમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પણ કામ કરીશ શકશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી  રોબોટનો અભ્યાસ કરી શકાશે. સાથે જ આ ગેલેરીમાં એક પ્રકારનો ડેમો પણ જોવા મળશે. પૂરના સમયે નદી  તથા અન્ય સ્થળો પર લોકોને પહોંચવું મુશ્કેલ હોય તેવા સ્થળે રોબોટ પહોંચે તેવું આયોજન ગુજરાત સરકાર દ્વારા  કરવામાં આવી રહ્યું છે.