ગાંધીનગર: રાજ્યના નાગરિકોને જનસુખાકારી સાથે સાથે માળખાગત સવલતો પૂરી પાડવી એ જ નિર્ધાર સાથે રાજય સરકાર આગળ વધી રહી છે. ગાંધીનગરમાં ચ રોડ પર આવેલ ચ-૨ અને ચ-૩ જંકશન પર ટ્રાફીક જામની સમસ્યાને હલ કરવા માટે અને ગાંધીનગરની સુંદરતામાં ઘટાડો ન થાય તે રીતે નવી ડીઝાઇનના બે અંડરપાસ નિર્માણ માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બજેટમાં જાહેરાત કરી હતી. આ બંન્ને કામોને આજે મંજૂરી આપવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NRI ડિપોઝીટમાં થયો 90 ટકાથી વધુનો ઘટાડો, ગુજરાત સ્ટેટ બેંકર્સ કમિટીના રિપોર્ટમાં થયો ખુલાસો


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, આ બંન્ને અંડરપાસના નિર્માણ માટે આ વર્ષના બજેટમાં જાહેરાત કરાઈ હતી. ગાંધીનગર શહેરની ગ્રીન સીટી તરીકેની ઓળખને અસર ન થાય તથા ચ-૨ અને ચ-૩ જંકશન પર ટ્રાફીક જામ તથા અકસ્માતોના નિવારણ માટે નૂતન ડીઝાઇનના આ બે અંડરપાસ મંજૂર કરાયા છે, જેના કામો ટુંક સમયમાં શરૂ કરાશે.  

Gujarat: આ વખતે 126 ટકા થયું ટેક્સ કલેક્શન, દેશના ઘણા રાજ્યો કરતાં સારી છે સ્થિતિ


તેમણે ઉમેર્યું કે, રૂ.૭૨.૮૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર આ બંને અંડરપાસ ૪૫૦ મીટર લંબાઇના બનશે. જેમાં મુખ્ય બ્રીજ ૧૦૦ મીટર તથા ૧૨૦૦ મીટર એપ્રોચ લંબાઇના નિર્મિત કરાશે. ઉપરાંત ૨ કિ.મી. લંબાઇનો સર્વિસ રોડ બનાવવાનું પણ આયોજન છે. આ અંડરપાસના નિર્માણથી શહેરની ટ્રાફીકની સમસ્યા હળવી થશે અને નાગરિકોના સમયની સાથે ઈધણની પણ બચત થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube