ચા કરતા કિટલી ગરમ! ગાંધીનગરમાં રીવાબા જાડેજાના નામે ડ્રાઈવરની દાદાગીરી, ગાડી પાર્ક કરવાના મામલે તકરાર
રીવાબાના ડ્રાઈવર અને સિક્યુરિટી વચ્ચે બબાલ થઈ છે. વિધાનસભા ગૃહ પૂરું થયા બાદ ધારાસભ્યો જવાના રસ્તા પર વચોવચ ગાડી પાર્ક કરવાના મુદ્દા પર સિક્યુરિટી ઓફિસર અને રીવાબાનો ડ્રાઈવર સામસામે આવી ગયા હતા. જેમાં રીવાબાનો ડ્રાઈવર ચા કરતા કિટલી ગરમ હોય તેમ રીવાબાનો ડ્રાઈવર છું કહીને ઓફિસર સાથે દાદાગીરી કરી હતી.
Ravindra Jadeja And Rivaba Jadeja: ટીમ ઈન્ડિયાના ઓલરાન્ડર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનો પારિવારિક વિવાદ હવે કોઈનાથી છુપો નથી. તાજેતરમાં નણંદ-ભાભી, ભાઈ-બહેન, પિતા-પુત્ર એકબીજાના વેરી બન્યા છે. ત્યારે હવે પારિવારિક ઝગડાને મોટું સ્વરૂપ મળ્યું છે. રવીન્દ્ર જાડેજાના પિતાએ દીકરા અને વહુ સામનો ઝઘડો હજું શમ્યો નથી, ત્યાં રીવાબાના પારિવારિક વિવાદ વચ્ચે રિવાબાના ડ્રાઈવરનો વિવાદ સામે આવ્યો છે. જી હા.. વિધાનસભા ગૃહ પૂરું થયા બાદ ધારાસભ્યો જવાના રસ્તા પર વચોવચ ગાડી પાર્ક કરવાના મુદ્દા પર સિક્યુરિટી અને રીવાબાના ડ્રાઇવર વચ્ચે બબાલ થઈ હતી. સિક્યુરિટી ઓફિસર સાથે રીવાબાના ડ્રાઇવરની તકરાર થઈ હોવાની માહિતી સામે આવી છે.ડ્રાઇવર દ્વારા પોતે ધારાસભ્ય રીવાબા જાડેજાનો ડ્રાઇવર હોવાના નામે દાદાગીરી કરી હતી. જોકે આખરે અન્ય લોકો વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો.
રીવાબા જાડેજાનો ડ્રાઇવર છું કહીને ઓફિસર સાથે કરી દાદાગીરી
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. રીવાબાના ડ્રાઈવર અને સિક્યુરિટી વચ્ચે બબાલ થઈ છે. વિધાનસભા ગૃહ પૂરું થયા બાદ ધારાસભ્યો જવાના રસ્તા પર વચોવચ ગાડી પાર્ક કરવાના મુદ્દા પર સિક્યુરિટી ઓફિસર અને રીવાબાનો ડ્રાઈવર સામસામે આવી ગયા હતા. જેમાં રીવાબાનો ડ્રાઈવર ચા કરતા કિટલી ગરમ હોય તેમ રીવાબાનો ડ્રાઈવર છું કહીને ઓફિસર સાથે દાદાગીરી કરી હતી. જોકે આ મામલો તૂણ પકડતા અન્ય લોકો વચ્ચે પડ્યા હતા અને મામલો થાળે પડ્યો હતો.
શું છે રીવાબા- રવીન્દ્ર જાડેજા અને તેના પિતા વચ્ચે ઝઘડો?
રવીન્દ્ર જાડેજાના પિતાએ દીકરા અને વહુ સામે આક્ષેપો કર્યા છે. રવીન્દ્ર જાડેજાના પિતાએ અનેક આક્ષેપો કર્યાં છે. સાથે જ પરિવારમા ચાલતા ઝગડા વિશે ખુલીને વાત કરી છે. જે અંગે ખુદ રવીન્દ્ર જાડેજાને સોશિયલ મીડિયા પર ખુલાસો કરવાની ફરજ પડી છે. રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ આક્ષેપો કર્યાં છે. રવિન્દ્ર જાડેજાના પિતાએ દાવો કર્યો હતો કે રીવાબાએ પરિવારને વિખવાદ ઉભો કર્યો છે. રવીન્દ્ર અને તેની પત્ની સાથે અમારે કોઈ સંબંધ નથી. ક્રિકેટર ન બનાવ્યો હોત તો અમારી આવી હાલત ન થાત. મારી દીકરી નયનાબાએ ભાઈ માટે ઘણા બલિદાન આપ્યા છે.
ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારું થાત - રવીન્દ્ર જાડેજાના પિતા
અનિરુદ્ધસિંહ જાડેજાએ આક્ષેપો કરતા કહ્યું કે, તમને એક સત્ય વાત કરી દઉં? મારે રવિ કે તેની પત્ની સાથે કોઈપણ પ્રકારના સંબંધ નથી. અમે તેને નથી બોલાવતાં અને એ લોકો અમને નથી બોલાવતાં. રવિભાઈના લગ્ન કર્યા ત્યાર પછી બે-ત્રણ મહિનામાં જ વિખવાદ ઊભો થઈ ગયો હતો. હાલ હું જામનગરમાં એકલો રહું છું, જ્યારે રવીન્દ્રનો પંચવટી બંગલો અલગ છે. તે જામનગરમાં જ રહે છે, પણ મેં તેને જોયો નથી. પત્નીએ શું જાદુ કરી દીધું છે ખબર નહિ. દીકરો મારો છે, મારું પેટ બળીને રાખ થઈ જાય છે, ન પરણાવ્યો હોત તો સારું હતું. ક્રિકેટર ના બનાવ્યો હોત તો સારું હતું, નહીંતર અમારી આવી હાલત ન હોત.
રવીન્દ્ર જાડેજાનો ખુલાસો
ત્યારે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સમગ્ર ઇન્ટરવ્યુને એકતરફી ગણાવ્યો છે. રવીન્દ્ર જાડેજાએ કહ્યું કે, વાહીયાત ઈન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે. એક પક્ષે કહેવાયેલી વાત છે. જેને હું નકારું છું. મારા ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે.