નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ત્રણ મેચોની વનડે સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. કોરોના વાયરસ મહામારી વચ્ચે ભારતીય ટીમની આ પ્રથમ સિરીઝ હશે. ક્રિકેટની બે મજબૂત વિરોધી ટીમો વચ્ચે આ સિરીઝ રોમાંચક બનવાની આશા છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમના કેપ્ટન ટિમ પેને આ સિરીઝને વિશ્વની સૌથી મોટી ક્રિકેટ સિરીઝ ગણાવી છે. ટિમ પેન કાંગારૂ વનડે ટીમનો ભાગ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સત્તાવાર પ્રસારણકર્તા સોની સ્પોર્ટસ નેટવર્ક દ્વારા જારી કરવામાં આવેલા એક ટીઝરમાં ટિમ પેને ભારતીય પ્રશંસકોને પૂછ્યુ કે શું તે આ દમદાર દ્વિપક્ષીય સિરીઝ માટે પોતાની રાષ્ટ્રીય ટીમનું સમર્થન કરવા તૈયાર છે? ટીમ પેને કહ્યુ કે, 'હેલો ઈન્ડિયા, શું તમે આ વર્ષની સૌથી મોટી ક્રિકેટ સિરીઝ માટે તૈયાર છો? આ ભારતીય ખેલાડીઓ માટે મેદાન પર ખરેખર કઠીન થવાનું છે. 27 નવેમ્બરથી સોની સ્પોર્ટસ પર આ સિરીઝને લાઇવ જુઓ.'


જ્યારે એમએસ ધોનીને ગુસ્સો આવે તો કોના પર ઉતારે છે? પત્ની સાક્ષીએ કર્યો ખુલાસો


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચર્ચિત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા 3 એકદિવસીય અને એટલી મેચોની ટી20 સિરીઝ રમાશે. પ્રથમ એક દિવસીય મેચ 27 નવેમ્બરે રમાશે. આ પહેલા કેપ્ટન ટિમ પેન સહિત ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને સેલ્ફ-આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે, કારણ કે એક કોરોના કેસ સામે આવ્યો હતો. પરંતુ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ દાવો કર્યો કે, એડિલેડમાં 17 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થઈ જશે. 


યૂએઈમાં આઈપીએલની 13મી સીઝનમાં ભાગ લેનારા ભારત અને ઓસ્ટ્રેલિયાના ખેલાડી 12 નવેમ્બરે સિડની પહોંચી ગયા છે, જ્યાં તેમનો 14 દિવસનો ક્વોરેન્ટાઇન પીરિયડ શરૂ છે. તે એસસીજીમાં 27 નવેમ્બરથી શરૂ થનારી એકદિવસીય સિરીઝના એક દિવસ પહેલા આઇસોલેશન પૂરુ કરી લેશે. સિડનીમાં પ્રથમ બે મેચ રમાશે અને પછી કેનબરા આગામી મુકાબલાની યજમાની કરશે. એડિલેડમાં પ્રથમ ટેસ્ટ રમાશે, જે ડે-નાઇટ હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર