• ​સ્વર્ણિક સંકુલમાં એકાએક કોરોના સંક્રમણ વધતા કર્મચારીઓમાં ડરનો માહોલ ફેલાયો 

  • 9 જાન્યુઆરીએ કોરોના વેકસીનના ડોઝ ગુજરાતમાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે


ઝી મીડિયા/બ્યૂરો :એક તરફ ગુજરાતમાં ધીરે ધીરે કોરોનાનો કહેર ઘટી રહ્યું છે. તો બીજી તરફ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં આવેલા મુખ્યમંત્રી કાર્યાલયમાં એકાએક કર્મચારીઓમાં સંક્રમણમાં વધારો થયો છે. મુખ્યમંત્રી કાર્યાલયના વધુ 8 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. અત્યાર સુધી કુલ 19 કર્મચારીઓના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે હજુ 10 કર્મચારીઓના રિપોર્ટ આવવાના બાકી છે. ત્યારે જે કર્મચારીઓ સંક્રમિત થયા હતા તેમને હોમ આઇસોલેટ કર્યા છે અને સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે. સાથે સમગ્ર સંકુલને સેનિટાઇઝ કર્યા બાદ સીએમ કાર્યાલયમાં મુલાકાતીઓને પ્રવેશ આપવાનું શરૂ કરાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વર્ણિક સંકુલમાં એકાએક કોરોના સંક્રમણ વધતા કર્મચારીઓમાં ડરનો માહોલ ફેલાયો છે. આ વિશે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે જે કર્મચારીઓ સંક્રમિત થયા હતા તેઓ હોમ આઇસોલેટ છે અને સંપર્કમાં આવેલા તમામ કર્મચારીઓના ટેસ્ટ કરાયા છે.


આ પણ વાંચો : દૂધસાગર ડેરીમાં વિપુલ ચૌધરીના શાસનનો અંત આવ્યો, અશોક બન્યા નવા ‘સમ્રાટ’


9 જાન્યુઆરીએ ગુજરાતમાં વેક્સીનનો પહેલો ડોઝ આવશે 
આ ખબર વચ્ચે 9 જાન્યુઆરીએ કોરોના વેકસીનના ડોઝ ગુજરાતમાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. કોવિશિલ્ડ વેક્સીનનો પ્રથમ ડોઝનો જથ્થો વેક્સીનેશન માટે ફાળવવામાં આવશે. ગાંધીનગર ખાતે 9 જાન્યુઆરીએ કોવિશિલ્ડ વેક્સીનના ડોઝ આવશે. ગાંધીનગર ખાતેથી જુદા જુદા રિઝનલ વેક્સીન સ્ટોર પર વેક્સીનનો જથ્થો મોકલવામાં આવશે. 10 જાન્યુઆરીથી રિજનલ વેક્સીન સ્ટોર પર કોરોના વેક્સીનના ડોઝ પહોંચાડવામાં આવશે. 3 લાખ વેક્સીનના ડોઝ 10 જાન્યુઆરીએ અમદાવાદ રિજનલ વેક્સીન સ્ટોરને ફાળવવામાં આવશે. અમદાવાદ રિજનલ વેક્સીન સ્ટોરથી વેક્સીનના ડોઝ અન્ય સેન્ટર પર મોકલવામાં આવશે. અમદાવાદથી કોવિશિલ્ડ વેક્સીનના ડોઝ વડોદરા તેમજ ભાવનગર ખાતે મોકલવામાં આવશે.


આજે કેબિનેટ બેઠકમાં કોરોના રસી અંગે ચર્ચા
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં રસીકરણની તૈયારીઓ અંગે સમીક્ષા કરાશે. કોરોનાની સ્થિતી અંગે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરાશે. તેમજ ઉત્તરાયણ પર્વની ગાઈડલાઈન પર ચર્ચા થવાની સંભાવના છે. તો સાથે જ ગુજરાતના બજેટ સત્રની તૈયારીઓની પણ ચર્ચા થઈ શકે છે.