• ઝાડા ઉલટીનાં કેસો વધ્યા બાદ કલોલનાં 2 કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત નૉટિફાઈડ વિસ્તાર જાહેર કરાયો

  • પૂર્વના બે કિલોમીટર વિસ્તારમાં પાણીપુરીની લારીઓ પર પણ પ્રતિબંધ મૂકાયો


હિતલ પારેખ/ગાંધીનગર :કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગે (water disease) માથું ઊંચક્યું છે. શહેરોમાં ઝાડા ઉલટી કોલેરાના કેસ આવી રહ્યાં છે. ત્યારે કલોલમાં કોલેરા (cholera) એ ઉથલો માર્યો છે. આ કારણે કલોલને કોલેરા નોટિફાઈડ વિસ્તાર જાહેર કરાયો છે. વહીવટી તંત્ર દ્વારા કલોલના બે કિલોમીટર વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આ બે કિમી વિસ્તારમાં પાણીપુરીની લારીઓ પર પ્રતિબંધ મૂકાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : રાજકોટના જાણીતા વકીલ અતુલ સંઘવીનું Live મોત : FB પર ચાલુ લાઈવમાં એટેક આવ્યો


કલોલમાં કોલેરાથી ત્રણના મોત
ગાંધીનગરનાં કલોલમા પીવાનું અને ગટરનું પાણી મિશ્રિત થવાથી ઝાડા ઉલટીનાં કેસો વધી રહ્યાં છે. કલોલનાં રેલવે પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીમા ગટરનું પાણી મિશ્રિત થતા 70 કરતા વધુ ઝાડા ઉલટીનાં કેસ નોંધાયા હતા. કલોલમાં કોલેરા (cholera) થી ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ત્રણ વ્યક્તિઓનાં મૃત્યુની ઘટના બાદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિસ્તારમાંથી પાણીનાં નમૂના લેવામાં આવ્યા હતા. ત્યારે નગરરપાલિકા ચીફ ઓફિસરને ગટરનાં બ્લોકેજને ઠીક કરવા સૂચના અપાઈ હતી. 


આ પણ વાંચો : કોંગ્રેસમાં ડખા : નિખિલ સવાણી રાજીનામું આપે તે પહેલાં જ યૂથ કોંગ્રેસના ઉપપ્રમુખ પદેથી હકાલપટ્ટી કરાઈ


કલોલનાં 2 કિમી વિસ્તારને કોલેરાગ્રસ્ત નૉટિફાઈડ વિસ્તાર જાહેર કરાયો 
કલોલ શહેરમા ઝાડા ઉલટીનાં કેસો વધી ગયા બાદ કલોલનાં 2 કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત નૉટિફાઈડ વિસ્તાર જાહેર કરાયો હતો. કલોલ શહેરમા 35 જેટલા હેલ્થ કર્મચારીઓ ઉતારવામાં આવ્યા છે, જે કલોલનાં અલગ અલગ વિસ્તારનું સર્વેલન્સ કરશે. તેમજ અલગ અલગ વિસ્તારનાં પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યાં છે. આ સરવેમાં કલોલ રેવલે પુર્વ સહિત બીજા 3 વિસ્તારોમા પણ ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થતુ હોવાનું સામે આવ્યુ છે. અત્યાર સુધીમાં 70 કરતા વધુ ઝાડા ઉલટીનાં કેસ કલોલમાં નોંધાઈ ચૂક્યા છે. 


આ પણ વાંચો : Vadodara : સ્વીટીબેન ગુમ થવામાં પીઆઈ પતિની શંકાસ્પદ ભૂમિકા, અજય ભરૂચ કેમ ગયો હતો?


કલોલમાં લારી-ગલ્લા બંધ કરાયા 
કલોલના વકરેલા કોલેરા કેસ મામલે પૂર્વના બે કિલોમીટર વિસ્તારમાં પાણીપુરીની લારીઓ પર પણ પ્રતિબંધ મૂકાયો છે. ચા-પાણીના લારી ગલ્લાં, નાસ્તાની દુકાનો બંધ કરવા આદેશ અપાયા છે. સાથે જ નોન-વેજની લારીઓ, ગલ્લાઓમા પાણીનું વેચાણ પણ બંધ કરાવા આદેશ અપાયા છે.