ચેતન પટેલ/ સુરત: એકલ દોકલ રાહદારીઓને નિશાન બનાવી ચેઇન સ્નેચીંગ કરતી ગેંગના બે સાગરિતોને ક્રાઇમબ્રાચે ઝડપી પાડયા હતા. જેઓની પાસેથી પોલીસે કુલ રૂપિયા 7 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ચેઇન સ્નેચિંગ અને વાહન ચોરીના 12 જેટલા ગુનાઓ ઉકેલી કાઢવામાં સુરત પોલીસને સફળતા મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત ક્રાઇમબ્રાચને બાતમી મળી હતી કે, બે શખ્સો ચેઇન સ્નેચિંગની ફીરાકમા ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને કારને અટકાયત કરી હતી. જેમા બે શખ્સોની તપાસ કરતા તેમની પાસેથી ચાર ,સોનાની ચેઇન મળી આવી હતી. જે અંગે પુછપરછ કરતા બંને ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. જેથી પોલીસે તેમની અટકાયત કરી સોનાની ચેઇન સહિત રૂપિયા 7 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


અમદાવાદ: નરોડા વિસ્તારમાંથી પીસ્ટલ અને જીવતા કારતૂસ સાથે યુવક ઝડપાયો


પોલીસ પુછપરછમા તેઓએ પોતાનુ નામ ઉમેશ ખટીક તથા દિપક સુર્યવંશી જણાવ્યુ હતુ. બંનેએ જણાવ્યુ હતુ કે, ઉમેશ મુળ રાજસ્થાનનો હોય તે કાર લઇને સુરત આવતો હતો અને દિપક સાથે મળીને ચેઇન સ્નેચિંગના ગુનાઓને અંજામ આપતા હતા. અત્યાર સુધી તેઓએ ઉમરા, વરાછા તથા અડાજણ સહિત 12 જેટલા ગુનાઓને અંજામ આપી ચુકયા છે. 


4 મહિનાના બાળક સાથે બની વિચિત્ર ઘટના, ડોક્ટર પણ જોઇને ચોક્યાં


 



આ ઉપરાત તેઓએ ચેઇન સ્નેચિંગ કરીને મળેલા મુદ્દામાલ વેચીને જ કાર ખરીદી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઉમેશ વિરુધ્ધ અમદાવાદ પોલીસ મથકમાં 20 અને દિપક વિરુધ્ધ 12 ગુના નોધાઇ ચુકયા છે. બંનેને પાસાની પણ સજા કરવામા આવી છે. પોલીસ દ્વારા વારંવાર પુછપરછ કરવામા આવતા તેઓ સુરતને ટાર્ગેટ બનાવી રહ્યા હતા.