અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક આશાસ્પદ વિદ્યાર્થીનીનું મોત નિપજ્યુ છે. ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. ગણપતિ યુનિવર્સિટીની વિદ્યાર્થીની એસજી હાઈવે પર ઝાયડસ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. હેલમેટ પહેર્યા છતા વિદ્યાર્થીની બચી શકી ન હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના એસજી હાઈવે પર સવારે 6.30 વાગે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઝાયડસ બ્રિજ પર થયેલા અકસ્માતમાં નિકિતા પંચાલ નામની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે. ડમ્પરની પાછળની તરફથી એક્ટિવા ટકરાતાં વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. હેલ્મેટ પણ પહેર્યું હોવા છતાં વિદ્યાર્થીની બચી શકી ન હતી. વિદ્યાર્થીની ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આ વિશેની જાણ થતા જ ગણપત યુનિવર્સિટીના પ્રોફેસર અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. 



જોકે, આ અકસ્માત કેવી રીતે સર્જાયો હતો તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. બ્રિજની ઉપર રોડની સાઈડમાં રેતી ભરેલું ડમ્પર ઉભુ હતું કે આગળ વધી રહ્યું હતું એને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. જો ડમ્પર બ્રિજની ઉપર સાઈડમાં ઉભુ હતું તો શા કારણે ઉભુ હતું, એ તપાસનો વિષય છે. જોકે, અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરાઈ.