તેજસ દવે/મહેસાણા: જિલ્લાના ખેરવા ગામના 45 વર્ષીય મુકેશ પટેલને વ્યાજખોરના ચક્કરમાં ફસાતા જીવ ખોવાનો વારો આવ્યો છે. ગણપત યુનિવર્સિટીમાં પટાવાળા તરીકે નોકરી કરતા મુકેશ પટેલ એ ગામના વ્યક્તિ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે રૂપિયા 1 લાખના બદલે 3.30 લાખ આપ્યા હોવા છતાં વ્યાજખોર 5 લાખની માંગણી કરી ધામધમકી આપતા મુકેશ પટેલે ગામના તળાવમાં ત્રણ દિવસ અગાઉ આપઘાત કરી લીધો હતો. જોકે 3 દિવસ ખેરવા તળાવમાં તપાસ બાદ આજે મુકેશ પટેલનો મૃતદેહ મળતા પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલમાં લાવવા આવ્યો હતો.


મહેસાણા સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ લાવ્યા ત્યારે પોલીસકર્મી વિમલ દેસાઈની શંકાસ્પદ કામગીરીથી લોકો રોષે ભરાયા હતા અને પોલીસકર્મીને ધક્કે ચડાવ્યો હતો. જોકે ટોળાંનો મિજાજ જોતાં ભાંગેલા પોલીસકર્મીને ટોળાં એ ધક્કે ચડાવ્યા બાદ પોલીસકર્મીને ધક્કામુક્કી કરતા વિવાદ વકર્યો હતો.


જોકે આપઘાત મુદ્દે પરીજનો દ્વારા વ્યાજખોર સામે આક્ષેપ કરાયો છે અને ન્યાય પૂર્ણ કાર્યવાહી નહીં થાય તો મૃતદેહ ઉઠાવવામાં નહીં આવે એવી ચીમકી ઉચ્ચારતા મામલો વધુ વિવાદાસ્પદ બન્યો છે.