ગુજરાતના દરિયા કાંઠે આવ્યું છે ‘સૂર્યમુખી ગણપતિ’ બાપાનું અદભૂત મંદિર
દ્વારકા આમ તો મંદિરોનું નગર માનવામાં આવે છે અહીં લાઈટ હાઉસ એટલે કે દીવાદાંડીના પ્રાગણમાં લગભગ 59 વર્ષ જેટલી જૂનું ગણેશનું મંદિર આવેલ છે. સ્થાનિક ભક્તોમાં અતિ પ્રિય આ સ્થાનમાં જમણી સૂંઢં ધરાવતા ચમત્કારિક ગણેશ બિરાજે છે.
રાજુ રૂપરેલીયા/દ્વારકા: દ્વારકા આમ તો મંદિરોનું નગર માનવામાં આવે છે અહીં લાઈટ હાઉસ એટલે કે દીવાદાંડીના પ્રાગણમાં લગભગ 59 વર્ષ જેટલી જૂનું ગણેશનું મંદિર આવેલ છે. સ્થાનિક ભક્તોમાં અતિ પ્રિય આ સ્થાનમાં જમણી સૂંઢં ધરાવતા ચમત્કારિક ગણેશ બિરાજે છે. જયારે 59 વર્ષ પહેલા અહીં લાઈટ હાઉસના નવીનીકરણ સમયે અહીં જમીનમાંથી આ મૂર્તિનું પ્રાગટ્ય થયું હોવાનું માનવામાં આવે છે. કોઈ પૂજારી નીમવામાં આવ્યા નથી સેવા ભાવિ લોકો અને લાઈટ હાઉસના કર્મીઓ સાથે મળી બાપાની પૂજા અર્ચન અને રોજ બે વખત સવાર સાંજ નિયમિત આરતી કરે છે.
બાપાને નિયમિત શૃંગાર અન્નકૂટ અને દરેક ઉત્સવ અહીં ઉજવવામાં આવે છે. વળી કેન્દ્ર સરકારનાં લાઈટ હાઉસમાં સમનાય નાગરિકો પ્રવેશી સકતા નથી. પરંતુ અહી ગણેશ મંદિરને કઈ લોકોની અવર જવર રહે છે. ખાસ દર મંગળ વારે અહી ગણેશ ભક્તો આવે છે. આ પર્શિધ સૂર્યમુખી ગણપતિ મંદિરે દર મંગળવારે લોકો ભાવિકોનો ભારે ટ્રાફિક રહે છે.
આ સ્વયંભૂ ગણપતિ મંદિરે ટપાલ લખવાથી થશે દૂ:ખનો અંત, જાણો આનોખો મહિમા
દ્વારકા નાસ્થાનિક લોકો અહીં ગણપતિ મંદિરે આવી કબૂતરોને ચાણ પણ નાખે છે. અહીં મોટી સંખ્યામાં કબૂતરો હોય વળી અરબી સમુદ્રના કાંઠે આવેલ મંદિર હોય દરોજ સાંજે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો દર્શન કરી ધર્મ સાથે પ્રકૃતિની પણ મોજ માણે છે. અને કલાકો સુધી મનને ધર્મ અને પ્રકૃતિમાં જકડી રાખતું આ મંદિર દ્વારકાના લોકોનું માનીતું અને ચમત્કારિક માનવામાં આવે છે.એકદરે સૂર્ય મુખી ગણપતિ બાપા નાના મોટા વૃધો અને મહિલાઓમાં ખાશ છે. લોકો અહીં લાડવાના અન્નકૂટ કટી બાપાને વિનવે છે. અને સિદ્ધિ બુદ્ધિની માંગણી કરે છે. અને ભક્તિ સાથે પ્રકૃતિના સંગાથે કલાકો સુધી અહીં રોકાય છે.
જુઓ LIVE TV :