ગાંધીનગરઃ ઉનાળો શરૂ થતાં પહેલાં જ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં કેટલાંક વિસ્તારો પાણીની તંગીથી પરેશાન હોવાનું સામે આવ્યું છે. આજે પણ ગુજરાતમાં ઘણાં એવા વિસ્તારો છે જ્યાંના લોકોને પાણી લેવા માટે ઘણો સંઘર્ષ કરીને દૂર દૂર સુધી જવું પડે છે. એમાંય વારંવાર નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટનાઓ બનતી રહે છે. જેને કારણે મહામુલા પાણીનો વેડફાટ થઈ જાય છે. ખેડૂતોએ જ્યારે મુદ્દે ઉઠાવ્યો અને રજૂઆત કરી તો જે જવાબ સરકાર તરફથી મળ્યો એ જાણીને તમારા હોશ ઉડી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે કહ્યું- ખેડૂતોના લીધે જ વારંવાર તૂટી રહી છે નર્મદા કેનાલઃ
રાજ્યમાં 3 વર્ષમાં નર્મદા કેનાલ તૂટવાની 219 ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 102 વખત નર્મદા કેનાલ કૂટી. સરકારે કેનાલ તૂટવા કે ઓવરફ્લો માટે ખેડૂતોને જવાબદાર ગણાવ્યા.


ક્યા જિલ્લામાં બની સૌથી વધુ ઘટના?
આ વચ્ચે જો જિલ્લાવાર વાત કરવામાં આવે તો સૌથી વધુ વખત કેનાલમાં ભંગાણ બનાસકાંઠા જિલ્લામાં બની છે જેમાં 102 વખત કેનાલમાં ભંગાણની ઘટના બની છે. જ્યારે પાટણમાં 26 જેટલી, તો અમદાવાદ જિલ્લામાં 22 વાર કેનાલ તૂટી હોવાની ઘટના સામે આવી છે.


ગુજરાતનાં છેલ્લાં ત્રણ વર્ષમાં કયારે ક્યારે તૂટી કેનાલ?
છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં 219 કેનાલો તૂટી
નર્મદા કેનાલ સહિતની કેનાલો તૂટવાના આંકડા
2020-21માં કેનાલ તૂટવાની 90 ઘટના બની
2021-22માં કેનાલ તૂટવાની 49 ઘટના બની
2022-23માં કેનાલ તૂટવાની 80 ઘટના બની
સૌથી વધુ કેનાલ તૂટવાની ઘટના બનાસકાંઠા જિલ્લામાં
ત્રણ વર્ષમાં 102 વાર કેનાલ કે તેનો ભાગ તૂટ્યો
પાટણ જિલ્લામાં 26 અને અમદાવાદ જિલ્લામાં 22 વાર કેનાલ તૂટી


નહેરમાંથી ખેડૂતો પાણી ન ખેંચવાના કારણે, કેનાલમા આડશો મુકી દેવાના કારણે અને રાતે ખેડૂતો પાણી ન લેતા હોવાના કારણે કેનાલ ઓવરટોપિંગ થવાના કારણે ઘટના બની હોવાનું તારણ ગુજરાત સરકારે આપ્યુ છે. આમ, સરકારે ફરી એકવાર પાછી આખો દાવ ખેડૂતોના માથે લાવીને મૂકી દીધો.