અમદાવાદ એરપોર્ટ પર ગરબા કરાયા, મુસાફરો પણ જોડાયા...
ગુજરાતીઓને ગરબા (Garba) માટે ગ્રાઉન્ડની જરૂર હોતી નથી, આ ઉત્સાહને તેઓ ગમે ત્યારે ગમે તે સ્થળે માણી શકે છે. આ વાતનું મજબૂત ઉદારણ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર જોવા મળ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર આજે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. આજે છઠ્ઠા નોરતે અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ નવરાત્રિ (Navratri 2019) ના રંગમાં રંગાયું હતું. અમદાવાદ એરપોર્ટ (Airport) પર ગરબા રમાયા હતા. અમદાવાદ એરપોર્ટ પરની આ તસવીરો જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે, હકીકતમાં આ એરપોર્ટ છે કે ગરબા ફ્લોર.
અમદાવાદ :ગુજરાતીઓને ગરબા (Garba) માટે ગ્રાઉન્ડની જરૂર હોતી નથી, આ ઉત્સાહને તેઓ ગમે ત્યારે ગમે તે સ્થળે માણી શકે છે. આ વાતનું મજબૂત ઉદારણ અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર જોવા મળ્યું હતું. અમદાવાદ એરપોર્ટ પર આજે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. આજે છઠ્ઠા નોરતે અમદાવાદ (Ahmedabad) એરપોર્ટ નવરાત્રિ (Navratri 2019) ના રંગમાં રંગાયું હતું. અમદાવાદ એરપોર્ટ (Airport) પર ગરબા રમાયા હતા. અમદાવાદ એરપોર્ટ પરની આ તસવીરો જોઈને તમે પણ વિચારમાં પડી જશો કે, હકીકતમાં આ એરપોર્ટ છે કે ગરબા ફ્લોર.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્ટાફ અને મુસાફરોએ ગરબા કર્યા હતા. ગરબાને કારણે સમગ્ર માહોલ ઉત્સવભર્યો બન્યો હતો. એરપોર્ટ પર આવેલા અનેક મુસાફરો ગરબામાં જોડાયા હતા. તો તેમાં કેટલાક એવા પણ હતા જેઓને ગરબા રમતા આવતા ન હતા. તેમ છતાં તાળીઓના તાલે ગરબામાં જોડાયા હતા. આમ, અમદાવાદ એરપોર્ટ પર નવરાત્રિ મહોત્સવની ઉજવણીનો માહોલ છવાયો હતો.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :