હાલ તો ચારેતરફ ગરબાનો માહોલ છે. બધા જ નવરાત્રિના રંગમાં રંગાયા છે. નવરાત્રિનો ફીવર એટલો છે કે, સોશિયલ મીડિયા પર પણ ગરબા ગ્રાઉન્ડ પર પાડેલી સેલ્ફીઓ અને તેના વીડિયો પોસ્ટ કરાઈ રહ્યાં છે. આવામાં અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યાં છે. જેમાં મુંબઈનો પણ એક વીડિયો જબરદસ્ત રીતે વાઈરલ થઈ રહ્યો છે. મુંબઈના અલગ અલગ ફેમસ લોકેશન પર ગરબા રમીને વીડિયો બનાવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો જોવા માટે કરો ક્લિક : જબરદસ્ત વાઈરલ થયો મુંબઈના ગરબાનો આ વીડિયો


નવરાત્રિના વીડિયોમાં મુંબઈના ગરબાનો એક વીડિયો ધૂમ મચાવી રહ્યો છે અને વોટ્સએપ પર ઝડપથી ફોરવર્ડ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગરબા કરવા માટે મુંબઈના અલગ અલગ ફેમસ લોકેશન્સ પસંદ કરાયા છે. મુંબઈના લોકેશન્સ પર રમાતા ભાતીગળ ગરબા જોઈને તમારું મન પ્રફુલ્લિત થઈ જશે. સાથે જ આ ગરબાની કોરિયોગ્રાફી તથા લોકેશન પસંદ કરનારાને દાદ આપશો. વીડિયો ક્યાંનો છે તેની હજી પુષ્ટિ થઈ નથી. પણ તે સાવ અલગ અંદાજમાં મુંબઈના દર્શન કરાવે છે. આ વીડિયો બતાવે છે કે મુંબઈમાં પણ નવરાત્રિનો કેટલો ક્રેઝ છે. 


[[{"fid":"186111","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"32.jpg","field_file_image_title_text[und][0][value]":"32.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"32.jpg","field_file_image_title_text[und][0][value]":"32.jpg"}},"link_text":false,"attributes":{"alt":"32.jpg","title":"32.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


મુંબઈના આ વિસ્તારોને કાસ્ટ કરાયા
ગેટ વે ઓફ ઈન્ડિયા, હાજી અલી, સી-લિંક બ્રિજ, એરપોર્ટ, જોગેશ્વરી સ્ટેશન, ચોપાટી, પેગોડા, એશિયાટિક સોસાયટી લાઈબ્રેરી જેવા જાણીતા સ્થળો આગળ ખેલૈયાઓએ આગવી અંદાજમાં ગરબા રજૂ કર્યાં છે. આ વીડિયો અને ગરબાને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.