રાજકોટ : રાજકોટના સંત કબીર રોડ પર ગેસની લાઇન લીકેજ થતા રસ્તા પર આગ ઉઠી હતી. થોડી જ વારમાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. જો કે બેડીપરા ફાયરની ટીમ તત્કાલ ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબુ મેળવી લેતા લોકોમાં હાશકારો થયો હતો. જો કે નવું વર્ષ હોઇ આસપાસમાં કોઇ હાજર નહોતું અને આગ લાગી હતી. જો સામન્ય દિવસમાં આગ લાગી હોત તો મોટી દુર્ઘટના પણ સર્જાઇ શકી હો. સંતકબીર રોડ ભરચક ટ્રાફીક ધરાવતો રોડ માનવામાં આવે છે.


ગુજરાત :નવા વર્ષમાં અકસ્માતોની વણઝાર 5નાં મોત 28 લોકો ઇજાગ્રસ્ત
ગુજરાત : કમોસમી વરસાદથી મુશ્કેલી, ખેડૂતથી માંડી સાગરખેડૂ સુધી સૌ કોઇ પરેશાન
અત્રે ઉલ્લેખનીય છે કે, આગ લાગ્યાની જાણ તત્કાલ સ્થાનિકોએ ફાયરબ્રિગેડને કરી હતી. ફાયર દ્વારા પણ ત્વરીત સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવી લેવાતા મોટી દુર્ઘટના નિવારી શકાઇ હતી. હાલ ગેસની પાઇપ લાઇન ક્યાં સુધી ડેમેજ થઇ છે તેની તપાસ ગેસ કંપની દ્વારા કરવામાં આવી રહી છે. નવા વર્ષે અચાનક રોડ પર ભડકા થવા લાગતા આસપાસનાં લોકોમાં દહેશત છવાઇ ગઇ હતી. જો કે ફાયરે આગ પર કાબુ મેળવી લેતા સ્થાનિકોને હાશકારો થયો હતો.