કેતન બગડા/અમરેલી :ગીરના જંગલમાંથી રોજ સિંહોના વીડિયો વાઈરલ થતા હોય છે. જેમાં સિંહોની લટાર, સિંહ શિકાર, સિંહ પરિવારના અનેક વીડિયો સામે આવતા હોય છે. પરંતુ અમરેલીના ખાંભામાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ વાહ પોકારી જશો. પોતાની ગાયોને સિંહોનો શિકાર થતી બચાવવા માટે એક વ્યક્તિ સિંહની સામે આવી ગયો હતો. ડર્યા વગર તેમણે સિંહનો સામનો કર્યો હતો, અને પોતાની ગાયોને બચાવી હતી.


સુરત આગકાંડ : કોચિંગ ક્લાસના સંચાલક ભાર્ગવ બુટાણીની પોલ કોર્ટમાં ખુલ્લી પડી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્યું એણ હતું કે, ખાંભાના મોટા બારમાણમાં એક ગૌશાળા આવેલી છે. આ ગૌશાળામાં અચાનક સિંહ આવી ચઢ્યો હતો. મોટા બારમાણની ગૌશાળામા 15 ફૂટની દિવાલ કૂદીને સિંહ અંદર આવી ગયો હતો. ત્યારે પહેલા તો બધી ગાયો ભાગી ગઈ હતી, ત્યારે સિંહ પણ તે દિશામાં આગળ જઈ રહ્યો હતો. ત્યારે ગૌશાળાના સંચાલક દેવશીભાઈ વાઢેર આવી ચઢ્યા હતા અને સિંહ સામે બાથ ભીડી હતી. દેવશીભાઈએ ડર્યા વગર સિંહ સામે લાકડીનો છુટ્ટો ઘા કરીને વાછરડાને બચવવાનો પ્રયાસ કર્યો હતો. આ ક્ષણે સિંહ અને દેવશીભાઈ વચ્ચે ઝાઝુ અંતર ન હતું, સિંહ આસાનીથી તેમનો શિકાર કરી શક્તો હતો. તેમ છતાં દેવશીભાઈ ડર્યા નહિ, પણ તેમની હિંમત જોઈને સિંહે પીછેહઠ કરી હતી.


ફરી એકવાર મહિલા બની અંધશ્રધ્ધાનો શિકાર, જુઓ વીડિયો


9 મહિના જેણે કૂખમાં રાખી તે જ માતા બની બાળકીની દુશ્મન, જુઓ આ બાળકી સાથે શું બન્યું


આમ, ગાયો બચાવવા ગૌશાળા સંચાલકે સિંહ સામે પ્રતિકાર કર્યો હતો. આ સમગ્ર ઘટના ગૌશાળાના સીસીવીવીમાં કેદ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, દેવશીભાઈ વાઢેર ગૌશાળા સંચાલક હોવાની સાથે હાલ મોટા બારમણના સરપંચ પણ છે. તેમણે ગૌશાળાના સંચાલક હોવાને નાતે ગાયોને બચાવવું પોતાની ફરજ ગણાવી હતી. આમ, ડાલામથ્થા સિંહ સામે બાથ ભીડીને તેઓએ ગાયોને નવુ જીવન આપ્યું હતું. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :