રક્ષિત પંડ્યા/રાજકોટ :લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે મુંબઈમાં રહેતા અને ભારતના એક માત્ર ગ્લાસ હાર્પ આર્ટિસ્ટ ગૌરવ કોટીયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડેડિકેટ કરીને એક ખાસ ટ્યુન તૈયાર કરી છે. લોકસભા 2019ની ચૂંટણી ભાજપ પક્ષમાં ‘મેં ભી ચોકીદાર’ સૂત્ર ભાજપનું મુખ્ય સ્લોગન છે અને એ માટે ખાસ ગીત પણ તૈયાર કરવામાં આવ્યું છે અને આ જ ગીત કાચના ગ્લાસ અંદર પાણી ભરી ખાસ ગ્લાસ હાર્પમાં ટ્યુન તૈયાર કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"214691","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"GauravKotiyan2.JPG","field_file_image_title_text[und][0][value]":"GauravKotiyan2.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"GauravKotiyan2.JPG","field_file_image_title_text[und][0][value]":"GauravKotiyan2.JPG"}},"link_text":false,"attributes":{"alt":"GauravKotiyan2.JPG","title":"GauravKotiyan2.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]


શુ છે ગ્લાસ હાર્પ સંગીત
ગ્લાસ હાર્પ એ સંગીતનો એક પ્રકાર છે. વર્ષ 1771માં આયરલેન્ડના રિચર્ડ પોકરિચે ગ્લાસ હાર્પ સંગીતની શોધ કરી હતી. તો જર્મન સંગીતકાર બ્રુનો હોકમનને ગ્લાસ હાર્પના માસ્ટર માનવામાં આવે છે. દેશ નહીં પરંતુ દુનિયાના ગણતરીના ગ્લાસ હાર્પ કલાકારોમાં મુંબઈના ગૌરવ કોટીયનનો સમાવેશ થાય છે. કાચના અલગ અલગ સાઈઝના અલગ અલગ આકારના ગ્લાસ ગોઠવવામાં આવે છે. જેના આધારે ઊંચો અને નીચો સ્વર સેટ કરવામાં આવે છે અને બાદમાં જરૂરિયાત માત્રામા પાણી ભરી ટ્યુન સેટ કરવામાં આવે છે, જેને સેટ કરવામાં એક થી દોઢ કલાક જેટલો સમય લાગે છે.



ગૌરવ કોટીયન દેશનો પ્રખ્યાત ગ્લાસ હાર્પ આર્ટિસ્ટ છે. તે પોતાની આંગળીઓથી જાદુ કરવામાં માહેર છે. તેણે માત્ર ભારતના જ નહિ, પરંતુ વિદેશોમાં પણ અનેક પરફોર્મન્સ આપ્યા છે.