ઝી બ્યુરો/અમદાવાદ: ઓડિશામાં 2 જૂનના રોજ થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં 275 લોકોએ જીવ ગુમાવ્યો છે અને આશરે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. આ બધા માટે PMO અને રેલવે મંત્રાલય દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે. આંધ્ર પ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીએ પણ પીડિતોને વળતરની જાહેરાત કરી છે. હવે આ દિશામાં ગુજરાતના ઉદ્યોગપતિ અદાણી જૂથના ચેરમેન અને ફાઉન્ડર ગૌતમ અદાણી વ્હારે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૌતમ અદાણીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ઓરિસ્સા ટ્રેન દુર્ઘટનાથી આપણે બધા ખૂબ જ વ્યથિત છીએ. જેના કારણે અમે નક્કી કર્યું છે કે આ અકસ્માતમાં જે નિર્દોષ લોકોએ પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે તેમના શાળાના શિક્ષણની જવાબદારી અદાણી જૂથ લેશે. પીડિતો અને તેમના પરિવારોને આઘાત સહન કરવાની શક્તિ આપે અને બાળકોનું આવતીકાલ સારું બને તેના માટે આપણા સૌની સંયુક્ત જવાબદારી છે.



આંધ્રપ્રદેશ સરકાર દ્વારા પણ ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. સીએમઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના નજીકના પરિવારને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 5 લાખ રૂપિયા અને નાની ઈજાગ્રસ્તોને એક લાખ રૂપિયા આપવામાં આવશે.


શું બની હતી સમગ્ર ઘટના?
ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે (2 જૂન) ના રોજ થયેલા ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા ફરી એકવાર અપડેટ કરવામાં આવી છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ રવિવારે (4 જૂન) ના રોજ માહિતી આપી હતી કે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 288 નહીં, પરંતુ 275 છે. રાજ્યના મુખ્ય સચિવે કહ્યુ કે મૃતકોના આંકડાની ડીએમ તરફથી તપાસ કરવામાં આવી હતી અને તે જાણવા મળ્યું કે કેટલાક મૃતદહોને બે વાર ગણી લેવામાં આવ્યા હતા. તેથી જીવ ગુમાવનારાની સંખ્યામાં સંશોધન કરી આંકડાને 275 કરી દેવામાં આવ્યો છે. મુખ્ય સચિવે કહ્યુ કે 275માંથી 88 મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. 


કોરોમંડલ એક્સપ્રેસ યશવંતપુર એક્સપ્રેસની છેલ્લી બે બોગી સાથે અથડાઈ હતી
જયા વર્માએ વધુમાં જણાવ્યું હતું કે માલસામાન ટ્રેન પાટા પરથી ઉતરી ન હતી કારણ કે માલસામાન ટ્રેન લોખંડનું વહન કરતી હતી. જેના કારણે કોરોમંડલ એક્સપ્રેસને સૌથી વધુ નુકસાન થયું હતું. તે મોટી સંખ્યામાં મૃત્યુ અને ઇજાઓનું કારણ છે. કોરોમંડલ એક્સપ્રેસના પાટા પરથી ઉતરેલા કોચ ડાઉન લાઇન પર આવ્યા અને ડાઉન લાઇન પર 128 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી યશવંતપુર એક્સપ્રેસના છેલ્લા બે કોચ સાથે અથડાઈ.


ત્રણ ટ્રેનો વચ્ચે થઈ હતી ટક્કર
મહત્વનું છે કે, ઓડિશાના બાલાસોરમાં સાંજે લગભગ સાત વાગ્યાની આસપાસ મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના જે દિવસે બની એ દિવસે કોરોમંડલ એક્સપ્રેસ એક માલગાડી સાથે ટકરાઈ હતી. જે બાદ તેના 17 ડબ્બાઓ પાટા પરથી ઉથલી પડ્યા હતા. કેટલાંક ડબ્બા બીજી લાઈન પર જઈને પડ્યા હતા. જેના કારણે બીજી તરફથી આવી રહેલી બેંગાલુરુ-હાવડા એક્સપ્રેસ તેની સાથે ટકરાઈ હતી અને કેટલાંક ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન દુર્ઘટના એટલી ગંભીર હતી કે લગભગ 90 જેટલી ટ્રેનો તેના કારણે પ્રભાવિત થઈ છે. કેટલીક ટ્રેનોને તો રદ્દ કરી દેવામાં આવી હતી અને કેટલીક ટ્રેનોનો રુટ ડાયવર્ટ કરવો પડ્યો હતો.