નવનીત દલવાડી/ ભાવનગર: ભાવનગર જિલ્લાના મુગટ સમાન સિહોરનું ગૌતમેશ્વર તળાવ કે જ્યાં દેવાધી દેવ સ્વયંભૂ બિરાજમાન છે. એવા ગૌતમેશ્વર મહાદેવ કે જ્યાં હજારો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે લોકોને સુવિધા મળી રહે અને એક ફરવા લાયક સ્થળ તરીકે પ્રસ્થાપિત થાય એવા હેતુથી મંદિર નજીક આવેલા ગૌતમેશ્વર તળાવનું બ્યુટીફિક્શન કરવાનું આયોજન સિહોર નગરપાલિકા દ્વારા હાથ ધરાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તહેવારોમાં લોકોને મળતી સુવિધામાં થશે વધારો
ભાવનગર જિલ્લાના સિહોરનું ગૌતમેશ્વર તળાવ વધુ સારું બને અને આવતા જતાં પર્યટકો આ તળાવ પર પિકનિક તરીકે આનંદ માણી શકે તે હેતુથી ગૌતમેશ્વર તળાવના બ્યુટીફિકેશન કરવા માટે સિહોર નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.


આ પણ વાંચો:- અમદાવાદીઓને મળ્યા સ્પુતનિક V વેક્સીનના ડોઝ, જાણો એક ડોઝની કેટલી છે કિંમત


14 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી કરાશે બ્યુટીફિકેશન
ગોત્મેશ્વર તળાવને સુંદર અને સુશોભિત કરવા અને શહેરીજનોને ફરવાલાયક સગવડતા મળે તે હેતુથી 14 માં નાણાપંચ યોજના હેઠળ મળેલ ગ્રાન્ટમાંથી સિહોર પાલિકાના ગૌતમેશ્વર વોટર વર્કસના મુખ્ય દ્વારથી ઉપરના તળાવના પાળા સુધી RCC રોડનું કામ મંજુર કરાવી તાત્કાલિક ધોરણે શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


આ પણ વાંચો:- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 'માસ પ્રમોશન' અંગે સર્વે, જાણો વિદ્યાર્થીઓએ પ્રશ્નોના શું આપ્યા જવાબ


તેમજ આગામી દિવસોમાં તળાવના પાળા પાસે સ્ટોન પેવિંગ, સ્ટ્રીટ લાઈટ, હાઈમાસ્ક ટાવર્સ, પાણી પરબ, સર્કલ, વૃક્ષારોપણથી હરિયાળી સુશોભન કરવામાં આવશે. વડીલો બુઝર્ગ માટે બેઠક વ્યવસ્થા, તેમજ ખાસ વોકિગ માટે પણ સુવિધા ઓની સાથોસાથ ખાસ લુખ્ખા તત્વો કે અસામાજિક તત્વો કોઈ પર્યટકો કે શહેરીજનો વડીલો માતા બહેન દીકરીને કોઈ હેરાન પરેશાન ન થાય કે કોઈ અઘટિત બનાવો ન બને તેમાટે ખાસ 24 કલાક માટે સ્પેશિયલ સિક્યુરિટી ગોઠવવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube