Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને શહેરમાં સર્જાયેલી એક સનસનીખેજ હત્યાના આરોપીને 14 વર્ષના લાંબા સમય બાદ ઝડપી પાડવામાં સફળતા મળી છે. વર્ષ 2010 માં વેજલપુર પોલીસ સ્ટેશનમાં મનીષ ગુપ્તા નામના શખ્સની સનસની અને ફિલ્મી સ્ટોરી જેવી હત્યાના નોંધાયેલા ગુનાના આરોપી રમેશ દેસાઇને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. જેમાં હત્યા પાછળનુ કારણ પણ સૌને ચોંકાવી દે તેવુ સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુનાના 14 વર્ષ બાદ આરોપી પકડાયો 
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રમેશ દાનાભાઇ દેસાઈ નામના શખ્સની ધરપકડ કરી છે. જેણે વર્ષ 2010 માં વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મનીષ ગુપ્તા નામના શખ્સની હત્યાના ગુનામાં ઝડપી પાડવામાાં આવ્યો છે. નોંધનીય છે કે વર્ષ 2010 ની 29 જુને શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જે હત્યા મનીષ ગુપ્તા નામના શખ્સની થઇ હતી. અમદાવાદના મિસ્ટ્રી બનેલા મર્ડર કેસનો આખરે 14 વર્ષ બાદ ભેદ ઉકેલાયો છે. આજથી 14 વર્ષ પહેલાં વેજલપુરની હોટલના મેનેજરની હત્યા કર્યા બાદ તેની લાશને કિચનમાં દાટી સફેદ સિમેન્ટ અને ઈંટોથી ચણી દેવામાં આવી હતી. મનીષ ગુપ્તાની હત્યા કર્યા બાદ રમેશ નાસતો-ફરતો હતો અને તેણે અલગ-અલગ નામ ધારણ કર્યા હતા. મનીષની હત્યા બાદ રમેશ તેના નામ અને ઓળખ બદલી નાખ્યા હતા. રમેશ હત્યા કર્યા બાદ સીધો રાજસ્થાન જતો રહ્યો હતો, જ્યા તેણે નિખિલ ગુર્જર તરીકેનું નામ ધારણ કર્યુ હતું. નિખિલ બની ગયા બાદ તેણે આધારકાર્ડ, ઇલેક્શન કાર્ડ, પાન કાર્ડ પણ બનાવી દીધુ હતું. રાજસ્થાનમાં તે ડ્રાઇવિંગ કરીને ગુજરાન ચલાવતો હતો. 


આ ગામડું કહેવાય છે ભૂતિયા ગામ, લોકો પગ મૂકતા પહેલા સો વખત કરે છે વિચાર!


કિચનમાં લાશ દાટી દીધી હતી 
અત્યંત ક્રુરતાપૂર્વ કરાયેલી આ હત્યાની હકીકત એવી છે કે, આજથી 14 વર્ષ પહેલાં મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈનના વતની એવા 34 વર્ષના શિવનાયારણ ઉર્ફે મનીષ ગુપ્તા ત્રણેક મહિનાથી સેટેલાઈટની પંજરી હોટલમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા. હોટલ મેનેજમેન્ટ તરફથી તેમને વેજલપુર રામનગરના બી બ્લોકમાં આવેલો 206 નંબરનો ફલેટ રહેવા માટે આપ્યો હતો. તેમની સાથે રૂમમાં, વેઈટર રમેશ રબારી અને કેશીયર હરિસિંઘ પણ રહેતા હતા.30મી જૂન, 2010ની મોડી રાત્રે 3.30 વાગ્યે હરિસિંઘ ફલેટ પર પહોંચ્યો, ત્યારે દરવાજો બંધ હતો. તેની પાસે પણ એક ચાવી રહેતી હોવાથી તેણે દરવાજો ખોલ્યો હતો, પરંતુ ફલેટમાંથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી તે ગભરાયો હતો. તે કિચનમાં જોયું તો પ્લેટફોર્મ પર લોહીના ડાઘા હતા. હરિસિંઘે પ્લેટફોર્મની નીચેના ભાગે જોયું ત્યાં માત્ર અંડરવેર પહેરેલી હાલતમાં ગુપ્તાની લાશ હતી. તેનું માથુ કિચનના નીચે ભાગે વ્હાઈટ સિમેન્ટ અને ઈંટોથી ચણી નાંખવામાં આવ્યું હતું અને બાકીના લાશ પર ધાબળો ઢાંકી દેવામાં આવ્યો હતો. હરિસિંઘ ગભરાઈ ગયો હતો અને તેણે તુરંત જ હોટલના માલિકને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, 30મી જૂને 11 વાગ્યે રમેશ રબારી ફલેટ પર હતો અને ત્યારબાદ તે, ગુપ્તાની હોન્ડા લઈને ભાગી ગયો હતો.વણ ઉકેલાયા હત્યા કેસનો ભેદ ઉકેલવાની ચેલેન્જ ક્રાઇમ બ્રાંચે લીધી હતી અને 14 વર્ષ બાદ સફળતા મળી છે. ક્રાઇમ બ્રાંચે રમેશ રબારીની મહેસાણાથી ધરપકડ કરીને મનીષ ગુપ્તા હત્યા કેસનો ભેદ ઉકેલી દીધો છે. 


અંબાલાલ બાદ પરેશ ગોસ્વામીનો મોટો ધડાકો : દિવાળીના આ દિવસોમાં આવશે વરસાદ


હત્યા માટે સમલૈગિંક સંબંધ કારણભૂત 
હત્યાના કારણ વિશે માહિતી આપતા અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયાને જણાવ્યું કે, રમેશ રબારી અને મનીષ ગુપ્તા વચ્ચે સમલૈગિક સંબંધ હતા. ઘટનાની રાતે મનીષ ગુપ્તાએ રમેશ રબારી સાથે શરીર સંબંધ બાંધવાની માંગ કરી હતી, પરંતુ તેણે ઇન્કાર કરી દીધો હતો. મનીષ ગુપ્તાએ રમેશ રબારીને ગુપ્ત ભાગે બચકુ ભરી લીધુ હતું, જેથી રમેશે આવેશમાં આવીને મનીષના માથા પર બોથડ પ્રદાર્થ મારી દીધો હતો. મનીષનું મોત થતાની સાથેજ તેની લાશને ચણીને તે ફરાર થઇ ગયો હતો.


હોટલ ફટાફટ ખાલી કરો... રાજકોટની ટોચની 10 હોટલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી