અમદાવાદઃ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી દેશભરમાં સંગઠનમાં મહત્વના ફેરફાર કરી રહ્યાં છે. ગુજરાતમાં પણ રાહુલ ગાંધીએ સંગઠનમાં અત્યાર સુધી અનેક ફેરફાર કર્યા છે. તે નવા લોકોને તક આપે છે. ત્યારે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં વધુ બે મહત્વની નિમણૂંક કરી છે. રાજકોટના કોર્પોરેટર અને રાજકોટ મનપાનાં પૂર્વ વિપક્ષ નેતા ગાયત્રીબા વાઘેલાના મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સાથે ધારાસભ્ય રૂત્વિક મકવાણાની ગુજરાત દેવા દળના ચીફ ઓર્ગેનાઇઝર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી 24 કલાક સાથે ગાયત્રીબાએ વાત કરતા કહ્યું કે, હું કોંગ્રેસ પક્ષ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ગુજરાત કોંગ્રેસ ટીમનો આભાર માનુ છું. તેમણે મને આ મોટી જવાબદારી આપી છે. હું આ જવાબદારી નિભાવવા માટે તૈયાર છું. ગાયત્રીબાએ કહ્યું કે, મહિલાઓના પશ્નો અંગે કામ કરવામાં આવશે. હું એક મહિલા તરીકે મહિલાઓની વાત સાંભળીશ. મહિલાઓના મુદ્દા લઈને અમે ઘરે-ઘરે જશું. મહિલાઓને તમામ હક મળે તે માટે કામ કરવામાં આવશે.