ગૌરવ પટેલ/ અમદાવાદ: આજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એક સેમિનારનું આયોજન થયું હતું. જેમાં સાયબર ક્રાઇમ એન્ડ ઇકોનોમી ઓફ્ન્સ વિષય પર સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં અમદાવાદ શહેર  ક્રાઇમ બ્રાન્ચના એડીશનલ પોલીસ કમિશનર પ્રેમવિર સિંહ તથા સાયબર ક્રાઇમના DCP અમિત વસાવાએ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જીસીઆઇઆઇના પ્રમુખ હેમંત શાહ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પથિક પટવારી સહિતના હોદ્દેદાર હાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ શહેર  ક્રાઇમ બ્રાન્ચના એડીશનલ પોલીસ કમિશનર પ્રેમવિર સિંહે સાયબર ક્રાઇમ એન્ડ ઇકોનોમી ઓફ્ન્સ વિષય પર સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઇકોનોમી ઓફેન્સમાં સામાન્ય છેતરપિંડીથી માંડી મની લોન્ડરીંગનો સમાવેશ થાય છે. નાર્કોટીક્સ ટ્રેડનો પણ એક્ટમાં સમાવેશ થાય છે. ખંડણી જમીન પચાવવી, પોન્જી સ્કેમ, ડબ્બા ટ્રેડીંગ, ચીટફંડ મલ્ટીલેવલ માર્કેટીંગથી આ પ્રકારના ગુન્હા બને છે. જેમાં લોકોને ખોટી ઓળખાણ આપી મોટી છેતરપિંડી કરવામાં આવે છે. આ વાઇટ કોલર ઓફેન્સ જેમાં પિડિતને આર્થિક નુકસાન મોટા પાયે થાય છે. આ પ્રકારના ગુન્હાથી બચવા માટે પુરતા દસ્તાવેજ બનાવવા જરૂરી છે. આ પ્રકારના ગુનાઓ સાયબર ક્રાઇમને ડીટેક્ટ કરવું ખુબ ચેલેન્જીંગ બની જાય છે. આજકાલના જમાનામાં મોબાઈલમાં મેસેજ, ઓટીપી અને ગીફ્ટની એમઓ પકડાઇ જતાં હવે એપ્લિકેશન માધ્યમથી છેતરપિંડી થઇ રહી છે. 


રાજ્ય સરકારની ખેડૂતોને દેવ દિવાળીની ભેટ: 'હવે જમીનના આ દસ્તાવેજો મળશે ઓનલાઇન'


સાઇબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ આ વિષય પર પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સાઇબર ક્રાઇમને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે, જેમાં હેકીંગ, સાઇબર ફ્રોડ અને સોશિયલ મિડિયા બુલીંગનો સમાવેશ થાય છે. 100 કરતાં વધારે એમઓનો ઉપયોગ કરી આરોપીઓ દ્વારા છેતરપિંડી થાય છે. પહેલા તો ગુગલમાં સર્ચ કરવાથી સાઇબર ક્રાઇમની શરૂઆત થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, આજકાલ સેક્સટ્રોસનમાં સૌથી વધારે પુરુષો ભોગ બંને છે. કેવાયસી ડીટેલઇનના નામે ચેટીંગ થાય છે. OLX અને શોપીંગ સાઇટો ઉપર પણ ફ્રોડનુ પ્રમાણ વધારે થઈ રહ્યું છે. આવી સાઈટો પર સારી વસ્તુ સસ્તા ભાવે દર્શાવી ચીટીગ કરવામાં આવે છે. જ્યારે ગીફ્ટ ફ્રોડમાં કોઇ વિદેશી યુવતી ગીફ્ટ મોકલવાની વાત કરે છે, જેમાં પછી કસ્ટમ અને ઇન્કમટૅક્સના નામે પૈસાની માંગ કરાય છે. 


તેમણે જણાવ્યું હતું કે, આજકાલ મોટી વયના લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે. સીનિયિર સિટીઝનને વિમાની લાલચ આપી છેતરપિંડી કરાય છે. અગાઉ બેંકની ડીટેઇલ માંગી છેતરપિંડી થતી હતી, પરંતુ હવે ટેકનિક બદલાઈ છે, હવે તે એપ્લિકેશનના માધ્યમથી થાય છે. નાઇઝીરીયન ફ્રોડ- સાઇબર ક્રાઇમની શરૂઆત આ લોકોએ કરી હતી. આ લોકો ઉદ્યોગકારોને સોફ્ટ ટાર્ગેટ કરે છે. 


અમદાવાદીઓ માટે વાગી ગઈ ખતરાની ઘંટડી! શું ત્રીજી વેવ આવી ગઈ?


નાઇઝીરીયન ગેંગ ઉધોગકારોને ટાર્ગેટ બનાવીને તેમને રો મટીરીયલ સસ્તા ભાવે ખરીદી કમિશનની ઓફર કરે છે, કેમિકલના વ્યવસાયમાં આ પ્રકારના ચીટીંગ વધારે થાય છે. પરંતુ લાલચ, ડર અને અરજન્સી આ પ્રકારના ગુન્હા બને છે. 


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે સૌથી કોઇ કોમોડીટી હોય તો તે ડેટા છે. ગુગલ આપણને સૌથી વધારે ઓળખે છે. આજકાલ સ્માર્ટફોનના જમાનામાં ફ્રી એપ્લીકેશન લાઉનલોડ કરીએ છીએ, અને આપણો ડેટા તેમની પાસે પહોંચી જાય છે અને આપણો આ ડેટા ફ્રી એપ્લીકેશનો થર્ડ પાર્ટીને વેચે છે. ડેટા લીકથી સૌથી વધારે ચીટીંગ થવાના મામલા પણ સૌથી વધારે સામે આવી રહ્યા છે. રેનસમવેર સોફ્ટવેરથી ઓનલાઇન ચીટીંગના કેસો પણ થઈ રહ્યા છે. ફ્રી સોફ્ટવેર, ક્રોસ વર્ઝનથી આ રેનસમ વેર સિસ્ટમમાં ધુસી શકે છે. ફ્રી મળતી પેન ડ્રાઇવ કે રસ્તામાં પડેલી તમને મળેલી પેન ડ્રાઇવ તમારા ડેટાના ચોરી કરી હેકીંગ કરી શકાય છે.
 
આજકાલ લોકો સોશિયલ મીડિયા બુલીંગમાં યુવતીઓ વધારે શિકાર બને છે. ફેંક ન્યુઝ સોશિયલ મિડિયા બુલીંગનો એક પ્રકાર છે. ઓન લાઇન ચેટીંગના એક કલાકના ગોલ્ડન અવરમાં સાઇબર ક્રાઉનમાં ફરિયાદ થાય તો પૈસા પરત આવવાની શક્યતા 95 ટકાની છે. ગુજરાતમાં 12 હજાર કરતાં વધારે પીડિતોને 28 કરોડની રકમ સાઇબર ક્રાઇમે પરત અપાવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube