આશ્કા જાની/અમદાવાદ :ગુજરાત રાજ્ય એસટી તંત્ર દ્વારા હિંમતભર્યો નિર્ણય કરાયો છે. ગીતામંદિર ડેપો આજથી શરૂ એસટી વિભાગની આવકમાં કોરોના મહામારી દરમ્યાન મોટો ઘટાડો થયો હતો. ત્યારે આજથી શરૂ થયેલા ડેપોમાં કોરોના મહામારીને લઈ તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઇઝ, થર્મલ સ્કેનિગ, બસમાં 50 ટકા પેસેન્જરને બેસાડવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. 


સુરત : કોરોના કેસમાં વિસ્ફોટ થવાની શરૂઆત, તાબડતોબ 1000 સ્ટાફની વ્યવસ્થા કરાઈ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બસ શરૂ કરવા તંત્ર દ્વારા આદેશ કરાયો છે. ગુજરાતમાંથી તમામ એસટી બસો હવે અવરજવર કરી શકશે. હવે એસટી તંત્ર કોરોના સામે લડવા માટે મકક્મ છે. ગુજરાતમાંથી તમામ બસો અવરજવર કરશે. અમદાવાદથી જુદા જુદા રુટની બસ સેવાઓ શરૂ થશે. ગઈકાલે અમદાવાદમાં રાણીપ, નરોડા અને નહેરુનગર ST ડેપોથી બસો શરૂ કરાઈ હતી. ત્યારે આજથી ગીતા મંદિર ડેપો શરૂ કરાયો છે. 



ગઈકાલથી અમદાવાદથી 60 ટકા એક્સપ્રેસ બસો ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે દોડશે. એક્સપ્રેસ બસોનું એડવાન્સ બુકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. અનલોક-2 માં 5 લાખ મુસાફરો એસટી બસનો લાભ લેશે. દરેક બસમાં 30 પેસેન્જરની કેપિસિટી સાથે બસો ઉપડશે.