રાજકોટમાં જીલેટીન સ્ટીકની ચોરીની ઘટના, એજન્સીઓ ચોરને પકડવા ધંધે લાગી
અત્રે ઉલ્લેખનીય છે કે જિલેટિનની સ્ટીક વિસ્ફોટક પદાર્થ હોય છે. તેનો ઉપયોગ નિર્માણ સંબંધિત કાર્યોમાં કરવામાં આવે છે. અહીં રસ્તા, રેલ અને સુરંગો,ખનન વગેરેના નિર્માનોના ઉપયોગમાં કરવામાં આવે છે. નક્સલી પોતાના હુમલાને અંજામ આપવા માટે પણ તેનો ઉપયોગ કરે છે.
ગૌરવ દવે, રાજકોટ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. તેમનો આજે રાજકોટમાં એક કાર્યક્રમ છે. તેમના કાર્યક્રમ પહેલાં એક મોટી ચૂક થઇ હોવાનું સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા મોટા પ્રમાણમાં જીલેટીન સ્ટીકની ચોરીની ઘટના બનતા પોલીસ દોડતી થઇ ગઇ છે. લપસારી વિસ્તારમાં સ્થિત એક સ્ટોન ક્રેશ ફેક્ટરીમાંથી એકસાથે જિલેટીન (Gelatin) ની 1600 સ્ટીક અને બ્લાસ્ટિંગ કેપ ગાયબ થઇ છે. આટલી માત્રામાં સ્ટીક અને બ્લાસ્ટિંગ કેપની ચોરી થતાં હડકંપ મચી ગયો છે.
કંપનીના માલિકની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધી લીધો છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને પોલીસ તેની તપાસ કરી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના અનુસાર રાજકોટમાં ઝોન 1 ના એસીપી બીવી જાદવે ઘટનાની પુષ્ટિ કરી છે.
પોલીસે ક્રેશર ફેક્ટરીના માલિક ઇલાભભાઇ જાલૂની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદના અનુસાર લપસારી ગામમાંથી જિલેટિનના સાત બોક્સની ચોરી કરવામાં આવી છે. ઘતનાને 6 ઓક્ટોબરની રાત્રે અંજામ આપવામાં આવ્યો હતો. એફઆઇઆર દાખલ થયા બાદ સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે. નોંધાયેલી એફઆઇઆરના અનુસાર 1600 જિલેટિનની સ્ટીક, 250 બ્લાસ્ટિંગ કેપ્સ અને 1500 મીટર તારની ચોરી કરવામાં આવી છે. તો બીજી તરફ પોલીસે આઇપીસી કલમ 45, 457 અને 380 અંતગર્ત કેસ નોંધવામાં આવ્યો છે.
શું છે જિલેટિન સ્ટીક
અત્રે ઉલ્લેખનીય છે કે જિલેટિનની સ્ટીક વિસ્ફોટક પદાર્થ હોય છે. તેનો ઉપયોગ નિર્માણ સંબંધિત કાર્યોમાં કરવામાં આવે છે. અહીં રસ્તા, રેલ અને સુરંગો,ખનન વગેરેના નિર્માનોના ઉપયોગમાં કરવામાં આવે છે. નક્સલી પોતાના હુમલાને અંજામ આપવા માટે પણ તેનો ઉપયોગ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વિસ્ફોટક પદાર્થોની ચોરી એવા સામ્યે થઇ છે જ્યારે પીએમ મોદી ગુજરાતમાં ત્રણ દિવસના પ્રવાસે છે. તો બીજી તરફ દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી બે દિવસ સુધી ચૂંટણી સભા કરી છે. સાથે જ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષ સતત સભાઓ કરી રહી છે.