અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદના મેટ્રો પ્રોજેક્ટને ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી લંબાવવાના ફેઝ ટુને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રૂપિયા 5384 કરોડના ખર્ચે પાંચ વર્ષમાં પૂર્ણ થનારા મેટ્રો પ્રોજેક્ટના ફેઝ ટુ અંતર્ગત કુલ 2 કોરીડોર તૈયાર કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં અમદાવાદમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ ધમધોકાર ચાલી રહ્યુ છે. આગામી ચોથી માર્ચે પ્રધાનમંત્રી મોદીના હસ્તે વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક સુધીના સાડા છ કીલોમીટરના રૂટનું લોકાપર્ણ પણ કરવામાં આવનાર છે. મેટ્રોના ફેઝ -1 અંતર્ગત અમદાવાદમાં ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ કોરીડોરનું કામ 2022 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. 


હવે કેન્દ્ર સરકારે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ -2 અંતર્ગત ઉત્તર દક્ષિણ કોરીડોર અંતર્ગત મોટેરા તરફના રૂટને મહાત્મા મંદીર સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય એક કોરીડોર ગાંધીનગરની જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધી પણ લંબાવવામાં આવશે.


ખંડણીખોરની વિચિત્ર માંગ: કહ્યું અત્યારે નાણા આપો ચાર વર્ષે વ્યાજ સહિત પાછા


મોટેરાથી મહાત્મા મંદીર સુધીરાન કોરીડોરની કુલ લંબારી 22.8 કીલોમીટર રહેશે. જે સમગ્ર રૂટ એલીવેટેડ કોરીડોર રૂપે તૈયાર કરાશે. જ્યારે જીએનએલયુથી ગિફ્ટી સિટીના કોરીડોરની લંબાઇ 5.4 કીલોમીટર રહેશે. જેના પરના બે સ્ટેશનો એલીવેટડ રહેશે. નોંધનીય છેકે તંત્રએ મેટ્રોનો ઉપયોગથી 63 લાખની વસ્તીને લાભ થવાની સંભવના વ્યક્ત કરી છે. 


16 ડિવિઝનના કર્મચારી હડતાલ પર જતા ગુજરાત STના પૈડા થંભશે


આ ઉપરાંત ગાંધીનગર સુધી મેટ્રો રૂટ લંબાવવાથી ગાંધીનગરની વિવિધ મહત્વની શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત સરકારી કચેરીઓને પણ જોડી શકાશે. આગામી ચોથી માર્ચે પ્રધાનમંત્રીના હસ્તે પ્રથમ સાડા છ કીલોમીટરના રૂટને ખુલ્લો મુકી લોકોના ઉપયોગ માટે શરૂ કરી દેવાશે. ત્યારે મેટ્રોનો બીજો તબક્કો ઝડપથી પૂર્ણ થાય તો જ વાસ્તવમાં લોકોમાટે ઉપયોગી સાબિત થશે.