અમદાવાદમાં તમારા સૈન્યને જાણો કાર્યક્રમનું આયોજન, જાણો જવાનો કેટલી વિષમ સ્થિતિમાં બજાવે છે ફરજ
શહેરીજનોને પર્યાવરણ અને નદી પ્રત્યે જાગૃતતા લાવવા માટે સાબરમતી નદીના પટાંગણમાં ઇન્ડિયન આર્મી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે શહેરીજનોને સૈનિક જીવનનો અનુભવ કરાવવા `નો યોર આર્મી` (Know Your Army) પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરીજનો, આર્મીના જવાનો તેમજ એન.સી.સીના લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
અમદાવાદ : શહેરીજનોને પર્યાવરણ અને નદી પ્રત્યે જાગૃતતા લાવવા માટે સાબરમતી નદીના પટાંગણમાં ઇન્ડિયન આર્મી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે શહેરીજનોને સૈનિક જીવનનો અનુભવ કરાવવા 'નો યોર આર્મી' (Know Your Army) પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરીજનો, આર્મીના જવાનો તેમજ એન.સી.સીના લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
જે આદિવાસીઓ ધર્મ બદલે તેમને મળતા તમામ લાભ છીનવી લો, આમ જ ચાલશે તો મુસલમાનો આપડા પર રાજ કરશે
કાર્યક્રમમાં આર્મીના જવાનો દ્વારા મિલિટ્રી પાઇપ બેન્ડ, બીટ બોક્સિંગ, સિંગિંગ, નૃત્ય તેમજ સરહદ પર ઉપયોગમાં આવતી વિવિધ યોજના તેમજ કરતબ દર્શાવવામાં આવ્યા હતા. કાર્ય્રકમમાં ગોરખા રેજિમેન્ટ દ્વારા ખુકરી નૃત્ય પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા મેજર જનરલ મોહિત વાધવા, જનરલ ઓફિસર ઈન કમાન્ડિંગ, સા.રી.ફ્ર. ડે. કો. લીના ચેરમેન કેશવ વર્મા તેમજ ઉચ્ચઆધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા પ્રમાણમાં સરળ, પછીની સ્થિતિ વિકરાળ થઇ, વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી
આ ઉપરાંત આર્મીના જવાનો દ્વારા આતંકવાદીનોને પકડવાની રણનીતિ તેમજ સરહદ પર જવાનોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે અંગે પણ માહિતી આપી હતી. આતંકવાદીનો તેમજ દેશના દુશ્મનનોનો સામનો કરે છે તે વિષય પર એક વાસ્તવિક ચિત્ર દર્શાવતું નાટક રજૂ કર્યું હતું. આ ઉપરાંત સરહદ પર ઉપયોગ માં આવતા વિવિશ આધુનિક શસ્ત્રોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. તેમજ આર્મીના જોડાવા ઇચ્છુક યુવાનોને આર્મીમાં પોતાની કારકિર્દી બનાવવા વિષે માહિતી આપવા માટે ઇન્ફોરમેશન બુથ પણ ઉભા કરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube