સુરતઃ શહેરના નાના વરાછા વિસ્તારમાં સરકારી શાળાની પાસે આવેલી ગટરનું ઢાંકણું ખુલ્લુ હોવાના કારણે ગટરમાં ગરકાવ થયેલ બાળકનું મોત થયું છે.  બાળક 7 થી 8 વર્ષનો હતો. ઘટનાની જાણ થતા ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે પહોંચી  હતી અને બાળકની શોધ ખોળ હાથ ધરી છે. પરંતુ અંતે ફાયરના જવાનોના હાથે બાળકનો મૃતદેહ લાગ્યો હતો.  આ ખુલ્લી ઘટર મોતની ગટર સાબીત થઈ છે. આ સમગ્ર ઘટનામાં જવાબદાર કોણ. મનપાના કયા અધિકારીની બેદરકારીથી આ ઘટના સર્જાઈ શું મેયર આ ઘટનાને લઈને એકશનમાં આવશે? તંત્ર દ્વારા ચોમાસા પહેલા પ્રિ મોનસુન પ્લાન બનાવવામાં આવે છે અને આ પ્લાન પાછલ કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવે છે. પરતું આ પ્લાન માત્ર કાગળ પર જ હોય તેમ લાગે છે. દર વર્ષે પ્રિ મોનસુન પ્લાન બનાવાય છે પરંતુ દર વર્ષે પાણી ભરાય છે અને લોકો હાલાકીનો સામનો કરવો પડે છે. જો કે હાલ તો સવાલ એ જ થાય છે કે આ માસુમ બળક સાથે બનેલી ઘટનાનું જવાબદાર કોણ ?