અર્પણ કાયદાવાલા/અમદાવાદ: શહેરમાં રખડતા ઢોર પકડવા મામલે વિવાદ યથાવત રહ્યો છે. ખુદ શાસક પક્ષના કોર્પોરેટરે જ તંત્ર પર હફતા લેવાના આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો છે. ઢોર ન પકડવા મોટી રકમ માંગવામાં આવતી હોવાના આરોપ લગાવવામાં આવતા આ મુદ્દો હાલ ટોપ ધ ટાઉન બન્યો છે. ઉત્તર પશ્ચિમ ઝોનની બેઠકમાં ઘાટલોડિયાના કોર્પોરેટર મનોજ પટેલ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી, મેયર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઘાટલોડિયાના કોર્પોરેટર મનોજ પટેલ દ્વારા આક્ષેપ કરતા વિવાદ સર્જાયો છે. અગાઉ સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોએ પણ આજ આરોપ લગાવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં ઢોર ન પકડવા માટે તંત્ર દ્વારા હપતા લેવાતા હોવાનો આરોપ લાગતા અરેરાટી વ્યાપી ગઈ છે. ઘાટલોડિયાના કોર્પોરેટર મનોજ પટેલના આક્ષેપથી વિવાદ વધુ વકર્યો છે. મનોજ પટેલે જણાવ્યું છે કે ઢોર ન પકડવા મોટી રકમ માગવામાં આવે છે. મારા વોર્ડમાં રખડતા ઢોર મુદ્દે વારંવાર રજૂઆત કરાઈ છે. અનેક રજૂઆતો, ફોન અને અરજીઓ બાદ એક અધિકારીએ કહ્યું કે, તમારો ફોન જોવા અમે ફ્રી નથી. 


ગુજરાતમાં કોરોનાના નિયંત્રણ હળવા કરવા અંગે CM ભુપેન્દ્ર પટેલનું મોટું નિવેદન


કોર્પોરેટરે ઉમેર્યું હતું કે, શહેરમાં રખડતા ઢોર ન પકડવા માટે બધા માલધારીઓ તંત્રને હપતા નથી આપતા, કેટલાક આપે છે અને કેટલાંક નથી આપતા. એક તરફ ગુજરાતમાં રખડકા ઢોરથી મુક્તિ માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે બીજી બાજુ તંત્રમાં બેઠેલા અધિકારીઓ હપ્તા લે છે. 


તેમણે ઉમેર્યું હતું કે, સીઆર પાટીલ પણ રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે તંત્રને ટકોર કરી ચૂક્યા છે. પાટીલની ટકોર છતાં રખડતા ઢોર મુદ્દે કોઈ કાર્યવાહી કરાઈ નથી. અગાઉ સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોએ પણ આ જ આરોપ લગાવ્યા હતા, ત્યારે હવે શાસક પક્ષના કોર્પોરેટરે હપ્તા લેવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે. આ આક્ષેપના કારણે અંદરોઅંદર વિવાદ ઉભો થઈ રહ્યો છે.


નોંધનીય છે કે, અગાઉ પણ ઘાટલોડિયાના કોર્પોરેટર મનોજ પટેલ ગાય સહિતના મુદ્દે અધિકારીઓ સાંભળતા ન હોવાના આરોપ સાથે ડે.કમિશનર ની ઓફિસમાં ધરણા પર બેઠા હતા. એ સમયે પ્રભારી ધર્મેન્દ્ર શાહ, તત્કાલીન ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ અને સ્ટે.ચેરમેન દોડી આવ્યા હતા.


ભર શિયાળે ઉનાળા જેવો માહોલ, હવામાને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈ શું કરી મોટી આગાહી?


અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં જાહેર રોડ ઉપર રખડતાં ઢોરોનો ત્રાસ ચાલુ વર્ષે પણ મોટા પ્રમાણમાં શરૂ થઈ ગયો છે. મ્યુનિ.ના ઢોર ત્રાસ નિયંત્રણ વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થાય છે. પોલીસ તંત્રના કર્મચારીઓ અને મ્યુનિ.ના કર્મચારીઓઓ આ અંગે સંયુક્ત રીતે કામગીરી કરતાં હોય છે, પણ હાલ કામગીરી નબળી થઈ ગઈ હોવાનું જણાય છે.  ઠેર ઠેર ટ્રાફિકને અડચણરૂપ ઢોરના ટોળાં રોડની વચ્ચોવચ બેસી ગયા હોય છે. ઢોર નહીં પકડવાની કે પકડવાની બાબતે સાંઠગાંઠ અને હપ્તા પદ્ધતિ પણ કામ કરતી હોવાના આક્ષેપો અગાઉ થઈ ચૂક્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube