મૌલિક ધામેચા /અમદાવાદ: શહેરમાં નકલી પોલીસનો આતંક યથાવત્ છે ત્યારે ઘાટલોડિયા પોલીસે નકલી પોલીસ બની તોડ કરતા 3 શખ્સોની ધરપકડ કરી છે. નશાના બંધાણી શખ્સોએ શોર્ટકટથી રૂપિયા કમાવા બે યુવકોનો અપહરણ કરી ૫૦ હજાર રૂપિયાની ખંડણી માગી પણ યુવકો પાસે રૂપિયા ન હોવાની વાત કરતા ખિસ્સામાં પડેલા રૂપિયાની લૂંટ ચલાવી હતી. હાલ ઘાટલોડિયા પોલીસે ફરિયાદ આધારે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠાના 46 પૈકી 19 વિદ્યાર્થીકાલે પરત ફરશે, આઇસોલેશન વોર્ડ ચાલુ કરાયો


પોલીસ કસ્ટડીમાં ઉભા રહેલા ત્રણેય શખ્સોના નામ સાહિલ રબારી, હર્ષ બારોટ અને તસાહિલ ઉર્ફે ચકો રાઠોડ જે નશાના બંધાણી હોવાથી મોજશોખ પૂરા કરવા અને શોર્ટકટથી રૂપિયા કમાવા માટે લૂંટ અને ખંડનીનું તરકટ રચી કાઢ્યું હતું. જો કે ગણતરીના સમયમાં જ પોલીસે ત્રણેયને અમદાવાદમાંથી બાતમી આધારે ઝડપી પાડયા. સોલા રોડ પર આવેલા હનુમાન મંદિર પાસેથી પસાર થતા સમયે ખાનગી કંપનીમાં નોકરી કરતા બે યુવકોને આંતરી આ ગેંગે અપહરણ કરી લૂંટ ચલાવી. ૫૦ હજાર રૂપિયાની ખંડણી પણ માંગી. જો કે નહીં મળતા આ બંને યુવકોનું અપહરણ કરી ઢોર માર મારવામાં આવ્યો હતો. જે અંગેની જાણ યુવકો દ્વારા પોલીસને થતા ઘાટલોડિયા પોલીસે ફરિયાદ નોંધી ત્રણે આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી લીધા હતા. 


ઐતિહાસિક કિલ્લામાં કચરો નાખ્યો પરંતુ કલાત્મક રીતે, તમે જોઇ થશો દંગ

પ્રાપ્ત માહિતી અનુસાર ઝડપાયેલા ત્રણેય આરોપીઓએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો છે. ઘાટલોડિયા વિસ્તારમાં પોતે ડોન હોવાનો રોફ જમાવતા હતા. જેમાંથી આરોપી સાહિલ રબારી હિસ્ટ્રીશીટર છે અને તાજેતરમાં જ એક સોસાયટીએ તેના ત્રાસથી કંટાળી પોલીસ ફરિયાદ પણ કરી હતી. ત્રણેય આરોપીઓની ગેંગ ટીનેજર્સને લૂંટવા માટે ક્યારેક ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મીઓ બની જતા તો ક્યારેક ડોન બની તકરાર કરી રૂપિયા પડાવતા હતા. જ્યારે આરોપી સાહિલ ઉર્ફે ચકો રાઠોડ પોલીસની ટીમ સાથે પણ પણ તકરાર કરતાં તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. હવે ફરી એક વખત આ બંને યુવકોને અપહરણ કરી ખિસ્સામાં પડેલા હજાર રૂપિયાની પણ લૂંટ ચલાવી ફરાર થઇ જતાં બે યુવકોએ ફરિયાદ નોંધાવી છે. હાલ તો પોલીસે આ ત્રણેય આરોપીની ધરપકડ કરી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ કબજે કરી છે. જો કે કબજે કરવામાં આવેલી કાર લૂંટના રૂપિયે લેવામાં આવી હોવાની આશંકાને પગલે પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી આરોપીને પાસામાં ધકેલવા કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube