Gujarat Assembly Election 2022: આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતપોતાનો જનપ્રતિનિધિ પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. જોવાનું એ રહેશે કે આજે ઈવીએમ મશીનમાં કેદ ઉમેદવારોમાંથી કોના પર કિસ્મત મહેરબાન થાય છે. જાણીએ ગુજરાતની બબ્બે મુખ્યમંત્રી આપનાર ઘાટલોડિયા વિધાનસભાના મતદારોનો શું છે મિજાઝ... મતગણતરી શરૂ થતાની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલની તરફેણમાં ટ્રેન્ડ આવી રહ્યાં હતાં. શરૂઆતી બે કલાકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ 23 હજાર મતોથી આગળ ચાલી રહ્યાં હતાં. ઉંચા માર્જિનથી અહીં ભાજપની જીત જણાઈ રહી છે. આ જોતા જ કોંગ્રેસના ઉમેદવાર અમીબેન યાજ્ઞીક નિરાશ થઈને મતગણતરી સ્થળ છોડીને ચાલ્યાં ગયા છે. ત્યારે સવાલ એ થાય છેકે, શું કોંગ્રેસે અહીં હાર સ્વીકારી લીધી છે? જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારની તરફેણ પણ ખાસ મતદાન થયું હોય તેવું અહીં જણાતું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘાટલોડિયા બેઠકનું પરિણામઃ
ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર ફરી એકવાર ભાજપનો ભવ્ય વિજય થયો છે. આ વખતે સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતે જ પોતોનો રેકોર્ડ તોડ્યો છે. આ વખતની ચૂંટણીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દોઢ લાખથી વઘારે મતોની જંગી લીડથી ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આ સાથે જ ઘાટલોડિયામાં ફરી એકવાર દાદાનો દબદબો જોવા મળ્યો. પીએમ મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ફોન કરીને સીએમ ભૂપેન્દ્ર પટેલને વ્યક્તિગત પ્રદર્શન અને ગુજરાતમાં શાનદાર જીત માટે અભિનંદન આપ્યાં.


ઘાટલોડિયા વિધાનસભા બેઠક-
અમદાવાદની 16 બેઠકોમાંથી ભાજપના ગઢ સમાન બેઠક એટલે ઘાટલોડિયા. આ બેઠકે રાજ્યને બે મુખ્યમંત્રી આપ્યા છે. આનંદીબેન પટેલ અને ભૂપેન્દ્ર પટેલ.નવા સીમાંકન બાદ સરખેજ વિધાનસભા બેઠકના ભાગ પાડી નવી વિધાનસભાઓ અસ્તિત્વમાં આવી હતી. જેમાં ઘાટલોડિયા, વેજલપુર, સરખેજનો સમાવેશ થાય છે, જ્યારે સરખેજનો કેટલોક ભાગ અન્ય વિધાનસભામાં પણ ભળ્યો હતો. સરખેજ વિધાનસભા વર્ષોથી ભાજપનો ગઢ હતી, જેમાંથી છૂટી પડી બનેલી ઘાટલોડિયા બેઠક ભાજપનો ગઢ જ રહી છે.


2022ની ચૂંટણી-
વર્ષ 2022માં ભાજપે ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે રાજ્યસભા સાંસદ અમી યાજ્ઞિકને મેદાનમાં ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ વિજય પટેલ પર વિશ્વાસ મુક્યો છે.


2017ની ચૂંટણી-
વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપે ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપી હતી. જેઓ અહીંથી 1 લાખ 75 હજાર રેકોર્ડ બ્રેક મતોથી ચૂંટણી જીત્યા હતા. જ્યારે વર્ષ 2021માં ગુજરાત સરકારમાં ફેરફાર થયો ત્યારે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.


2012ની ચૂંટણી-
2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રેકર્ડ બ્રેક 1.10 લાખ મતદારોની લીડથી જીત મેળવી આનંદીબેન પટેલ જીત્યા હતા. આનંદી બેનની સામે કોંગ્રેસના રમેશભાઈ પટેલ ઉમેદવાર હતા. જેમને માત્ર 44 હજાર મત જ મળ્યા હતા.