પોતાની કરિયર શરૂ કરતાં પહેલાં 12 જ્યોતિર્લિંગનાં દર્શન કરશે આ યુવાન, યંગસ્ટર્સને આપ્યો એવો સંદેશ કે...
ઉત્તરપ્રદેશના ગાઝિયાબદમાં રહેતો રોહિત રાય નામનો યુવક અનોખા વિચાર સાથે દેશભરમાં આવેલા બાર જ્યોતિર્લિંગ મંદિરો તથા પ્રમુખ તીર્થ મંદિરોની તીર્થયાત્રા કરવા માટે સાયકલ ઉપર તેના વતન ઉત્તરપ્રદેશના ગાઝિયાબદથી સાયકલ ઉપર સવાર થઈને નીકળ્યો છે.
કૌશલ જોશી/સોમનાથ: હિન્દુ સંસ્કૃતિની વિરાસતો જોવા અને જાણવા માટે ઉત્તરપ્રદેશના ગાઝિયાબદનો યુવાન દેશભરમાં જુદા જુદા સ્થળોએ આવેલા બાર જ્યોતિલીંગ મંદિરો તથા પ્રમુખ તીર્થ મંદિરોમાં દર્શન કરવા અર્થે સાયકલ યાત્રાએ નીકળ્યો છે. જે 1700 કીમીનું અંતર કાપીને ઉત્તરપ્રદેશથી પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે પહોંચ્યો છે. હું પગભર બનવા નોકરી શરૂ કરું તે પહેલા આપણી હિન્દુ સંસ્કૃતિને જાણવાની ઈચ્છા પુરી કરવા અર્થે સાયકલ યાત્રાએ નીકળ્યો હોવાનું યુવક રોહિતએ જણાવ્યું હતું.
મોટાભાગે લોકો ધંધા કે નોકરીમાંથી નિવૃત્તિ થયા પછીના સમયમાં તીર્થયાત્રાઓએ જતા હોય છે. ત્યારે ઉત્તરપ્રદેશના ગાઝિયાબદમાં રહેતો રોહિત રાય નામનો યુવક અનોખા વિચાર સાથે દેશભરમાં આવેલા બાર જ્યોતિર્લિંગ મંદિરો તથા પ્રમુખ તીર્થ મંદિરોની તીર્થયાત્રા કરવા માટે સાયકલ ઉપર તેના વતન ઉત્તરપ્રદેશના ગાઝિયાબદથી સાયકલ ઉપર સવાર થઈને નીકળ્યો છે. જે 24 દિવસ સાયકલ ઉપર પ્રવાસ કરીને પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવના ધામમાં પહોંચ્યો છે.
બોલો! ઠંડી વધતાં ટીમ ઈન્ડિયાને ખવડાવાશે અડદિયા પાક! બીજા વ્યંજનો જાણી વિચારમાં પડશો!
આ યાત્રા શું કામ અને કયા કારણોસર તે કરી રહ્યો છે તે અંગે રોહિત રાયે જણાવ્યું હતું કે, હું પગભર બનવા માટે નોકરી શરૂ કરું તે પહેલા આપણી હિન્દુ સંસ્કૃતિનું કલ્ચર જાણવાની ઈચ્છા પુરી કરવા માટે દેશભ્રમણ માટે સાયકલ ઉપર નીકળ્યો છું. આ યાત્રા ગાઝિયાબદથી શરૂ કરીને ગુજરાતના પ્રખ્યાત તીર્થ સ્થાન દ્વારકા અને નાગેશ્વર જ્યોતિલીંગના દર્શન કરીને 24 દિવસ સાયકલ ઉપર પ્રવાસ કરીને યાત્રાધામ સોમનાથ પહોંચ્યો છું. આગામી દિવસોમાં દેશભરમાં અન્ય જ્યોતિલીંગ મંદિરો અને પ્રમુખ તીર્થ મંદિરોની મુલાકાતે સાયકલ ઉપર જઈશ. મારી આ યાત્રા સાતથી આઠ મહિના સુધી ચાલશે. જેમાં દસેક હજાર કિ.મીનો તીર્થ યાત્રાનો પ્રવાસ સાયકલ ઉપર જ કરીશ.
ગુજરાતની દીકરીએ કરી એવી કમાલ કે મોદી સરકારને બોલાવવી પડી દિલ્હી!
વધુમાં રોહિતે જણાવ્યું હતું કે, હું સાયકલ યાત્રા દરમ્યાન મંદિર આસપાસની ધર્મશાળાઓમાં રોકાણ કરી ત્યાં જ ખાવા-પીવાનું રાખુ છું અને ક્યાંય હોટલમાં રોકાણ કરતો નથી. અહીં સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરતા મનને શાંતિ થવાની સાથે અલૌકિક અનુભૂતિનો અહેસાસ થયો છે. મારી યાત્રાની શરૂઆતથી આજ સુધીના 24 દિવસમાં 1700 કીમીનો પ્રવાસ સાયકલ ઉપર કરી ચુક્યો છું. આ સફર દરમ્યાન ઘણું બધુ જોવા અને જાણવા મળ્યું છે.
રાજકારણ! 1, 2 નહીં પણ મળી 600 ફરિયાદો: પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર હવે ભરાશે
દેશના યુવાઓને અપીલ કરતા રોહિતે જણાવ્યું હતું કે, બીચનો લ્હાવો લેવા ગોવા જતા યુવાઓ યાત્રાધામ સોમનાથ આવશે તો અહીં તેઓને બીચની સાથે યાત્રાધામમાં ભગવાનના દર્શનનો બેવડો લ્હાવો પ્રાપ્ત થશે. હું થિયેટરમાં જતો નથી અને તેવી પ્રવૃત્તિ પાછળ થતા ખર્ચાઓ બચાવીને તીર્થ યાત્રા કરૂ છું. ત્યારે મારા જેવા દેશના યુવાઓ આવું કરે તેવી અપીલ કરી હતી. અગાઉ હું આવી રીતે 450 કિ.મીની પદયાત્રા કરીને ગાઝિયાબદથી કેદારનાથ મહાદેવના ધામ ગયો હતો.