ઇતિહાસમાં પહેલીવાર: કોંગ્રેસ આઝાદી બાદ જે પાલિકા સતત જીતતું આવ્યું, આ વખતે ગુમાવી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 28 તારીખે મતદાન બાદ આજે 231 તાલુકા પંચાયત, 81 પાલિકા અને 31 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. જો કે જે પ્રકારનાં પરિણામો આવી રહ્યા છે તેનાથી કોંગ્રેસને ખુબ જ મોટી ખુંવારી વેઠવાનું આવ્યું હોય તેવું લાગી રહી છે. ભાજપે લગભગ તમામ મોરચે કોંગ્રેસનો સફાયો બોલાવ્યો છે. કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ સ્થિતી વિપરિત બની છે. લોકોએ ખોબલેને ધોબલે સ્પષ્ટ રીતે ભાજપને તક આપી હોય તેવું ચિત્ર છે.
ભાવનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 28 તારીખે મતદાન બાદ આજે 231 તાલુકા પંચાયત, 81 પાલિકા અને 31 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર કરવામાં આવી રહ્યા છે. જો કે જે પ્રકારનાં પરિણામો આવી રહ્યા છે તેનાથી કોંગ્રેસને ખુબ જ મોટી ખુંવારી વેઠવાનું આવ્યું હોય તેવું લાગી રહી છે. ભાજપે લગભગ તમામ મોરચે કોંગ્રેસનો સફાયો બોલાવ્યો છે. કોંગ્રેસના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ સ્થિતી વિપરિત બની છે. લોકોએ ખોબલેને ધોબલે સ્પષ્ટ રીતે ભાજપને તક આપી હોય તેવું ચિત્ર છે.
કોંગ્રેસની હારના પડઘા પડ્યા, અમિત ચાવડા આપશે રાજીનામુ
જો કે આમાં કેટલાક મેજર અપસેટ પણ સર્જાયા છે. આઝાદી પછી બનેલી ઘોઘા નગરપાલિકામાં કોંગ્રેસ ક્યારે પણ હાર્યું નથી. આટલા વર્ષોનાં ઇતિહાસમાં કોંગ્રેસની ગમે તેવી સ્થિતી હોય પરંતુ ઘોઘા પાલિકા હંમેશા માટે કોંગ્રેસનાં જ કબ્જામાં રહી હતી. જો કે આ વખતે ઘોઘા પણ કોંગ્રેસે ગુમાવ્યું હતું. કોંગ્રેસ આઝાદી બાદ પહેલીવાર ઘોઘા પાલિકામાં પરાજીત થયું છે. ભારતની આઝાદી બાદ પ્રથમવાર ઘોઘા તાલુકા પંચાયત કોંગ્રેસએ ગુમાવતા મેજર અપસેટ સર્જાયો છે.
ભવ્ય જીત બાદ CM એ કહ્યું, ગુજરાતની જનતાએ કોંગ્રેસના લોકોને વીણીને સાફ કર્યાં છે
ઘોઘા તાલુકા પંચાયતની વાત કરીએ તો ઘોઘામાં કુલ 20 બેઠકો છે. જે પૈકી ભાજપને આ વખતે 12 બેઠકો પર કબ્જો જમાવ્યો છે. જ્યારે 8 બેઠકો પર કોંગ્રેસે કબ્જો જમાવ્યો છે. જો કે આ વખતે કોંગ્રેસ પાલિકા ગુમાવવાનો વારો આવ્યો છે. કારણ કે ભાજપે 12 બેઠક જીતીને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે કોંગ્રેસનો જે રકાસ થયો છે તેવો અત્યાર સુધી ગુજરાતનાં ઇતિહાસમાં ક્યારે પણ થયો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube