Ghogha Hazira Row Pax સર્વિસના જહાજનું રિપેરિંગ કામ કરાશે, 15 દિવસ બંધ રહેશે
રોપેકસ વોયેજ સિમ્ફની જહાજને વાર્ષિક મેઇન્ટનન્સ માટે આગામી 24 જુલાઈ થી 10 ઓગષ્ટ સુધી સુરત (Surat) ના હજીરા (Hazira) ડોક યાર્ડ ખાતે મોકલવામાં આવશે, એ દિવસો દરમ્યાન 15 દિવસ માટે ફેરી સર્વિસ (Row Pax Service) બંધ રહેશે.
નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર (Bhavnagar) થી સુરત (Surat) જળમાર્ગ પરિવહન કરતી ઘોઘા હજીરા રોંપેક્સ ફેરી સર્વિસ (Row Pax Service) ને વાર્ષિક મેઇન્ટનન્સ (Maintenance) માટે આગામી 24 જુલાઈ થી 10 ઓગષ્ટ સુધી 15 દિવસ માટે બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.
જહાજના કાર્ય ક્ષમતાની થશે ચકાસણી
રોપેક્સ ફેરી (Row Pax) માટે વપરાતું વોયેજ સિમ્ફની જહાજ કે જેને મરામત માટે સુરત (Surat) ના હજીરાના ડ્રાય ડોકયાર્ડ ખાતે મોકલવામાં આવનાર છે, જલ માર્ગે પરિવહન કરતા જહાજોનું વાર્ષિક મેઇન્ટનન્સ (Maintenance) કરવામાં આવતું હોય છે, જેથી રોપેકસ (Row Pax) જહાજના રીપેરીંગના દિવસો દરમ્યાન તેની યોગ્યતા અને કાર્ય ક્ષમતાની ચકાસણી પણ કરવામાં આવશે.
Ahmedabad-Vadodara Express Highway પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત, બેના મોત
15 દિવસ ચાલશે રીપેરીંગની કામગીરી
ઘોઘાથી હજીરા (Ghogha Hazira) વચ્ચે ચાલતી ફેરી સર્વિસ એટલે કે રોપેકસ વોયેજ સિમ્ફની જહાજને વાર્ષિક મેઇન્ટનન્સ માટે આગામી 24 જુલાઈ થી 10 ઓગષ્ટ સુધી સુરત (Surat) ના હજીરા (Hazira) ડોક યાર્ડ ખાતે મોકલવામાં આવશે, એ દિવસો દરમ્યાન 15 દિવસ માટે ફેરી સર્વિસ (Row Pax Service) બંધ રહેશે.
જહાજના એસી કંપાર્ટમેન્ટમાં ક્ષતિ
જળ માર્ગ પરિવહન માટે અતિ લોકપ્રિય બનેલી રોપેકસ ફેરી સર્વિસ કે જે રોજના સેંકડો લોકોની મુસાફરી માટે પહેલી પસંદ બની છે. એ સર્વિસ માટે ઉપયોગમાં લેવાતા વોયેજ સિમ્ફની જહાજના વાતાનુકુલન વિભાગ થોડા દિવસોથી સરખી રીતે કામ નોહ્તું કરતું, જે ક્ષતિને દુર કરવા પણ કામગીરી કરવામાં આવનાર છે.
23 જુલાઈના છેલ્લી ટ્રીપ પછી મેઇન્ટનન્સ
ત્યારે આગામી 23 તારીખે ભાવનગર (Bhavnagar) ના ઘોઘાથી સુરત (Surat) ના હજીરા પહોંચ્યા પછી ત્યાંથી પરત નહિ આવે, તે જ સાંજે તેને હજીરા (Hazira) ખાતેના ડ્રાય ડોક યાર્ડ ખાતે લઇ જવાશે અને 24 જુલાઈ થી 10 ઓગષ્ટ દરમ્યાન જહાજના રીપેરીંગ માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube