આજથી ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે
સુરેન્દ્રનગર જિલ્લામા આવેલું પ્રખ્યાત ઘુડખર અભયારણ્ય આજથી પર્યટકો માટે બંધ કરાયું છે. આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે. ચોમાસાની સીઝન ઘુડખરની બ્રીડિંગ સીઝન હોવાથી તે દરમિયાન મુસાફરોને એન્ટ્રી આપવામાં આવતી નથી.
મયુર સાંધી/સુરેન્દ્રનગર :સુરેન્દ્રનગર જિલ્લામા આવેલું પ્રખ્યાત ઘુડખર અભયારણ્ય આજથી પર્યટકો માટે બંધ કરાયું છે. આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે. ચોમાસાની સીઝન ઘુડખરની બ્રીડિંગ સીઝન હોવાથી તે દરમિયાન મુસાફરોને એન્ટ્રી આપવામાં આવતી નથી.
પ્રાણીઓને બ્રીડિંગ પીરિયડમાં ખલેલ ન પડે તે માટે અભ્યારણ્ય બંધ કરાયું
કચ્છનું નાનું રણ 4954 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ રણની અંદર વિદેશી પક્ષી તેમજ ઘુડખર આવેલ છે. અને તેને જોવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. આ રણમાં આવેલ ઘુડખર એક દુર્લભ પ્રાણી છે અને આ પ્રાણી બીજે ક્યાંય જોવા નથી મળતા. જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ ચોમાસાની સીઝન શરૂ થવાની તૈયારીમાં છે. આ રણની અંદર શિયાળાની સીઝનમાં વિદેશમાંથી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને તેને જોવા માટે પક્ષી પ્રેમી પણ મોટી સંખ્યામાં આવે છે. જ્યારે સરકારના વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીને બચાવવા માટે અને લોકોને સમજણ આપવા માટે શિયાળામાં નિઃશુલ્ક શિબિરનું આયોજન થાય છે. આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે. તેનો મુખ્ય કારણ ઘુડખર પ્રાણીનો બ્રીડીંગ પીરિયડ હોય છે. પ્રાણીઓને બ્રીડિંગ પીરિયડમાં ખલેલ ન પડે તે માટે આ અભ્યારણ્યને બંધ કરવામાં આવ્યું છે.
લોકડાઉનમાં અભ્યારણ્ય બંધ હતું
છેલ્લા વર્ષોમાં આ રણની અંદર મુલાકાત લેનાર પ્રવાસીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આ વખતે પણ કોરોનાના કારણે લોકડાઉન હતું. જેના કારણે અભ્યારણ હાલ બંધ જ હતું. આ વખતે કોરોનાને કારણે અભયારણ્યને આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. શિયાળામાં આ રણની અંદર બહારથી વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં અહીયા આવે છે અને આજથી આ અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવશે. જે આગામી 15 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે તેવુ ધાંગ્રધા ઘુડખર અભ્યારણ્યના નાયબ વન સંરક્ષક એસએસ અસોડાએ જણાવ્યું.